Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૬,૫૧૫, ૨૬,૬૮૭ અને નીચામાં ૨૬,૩૦૬ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૬,૫૧૫, ૨૬,૬૮૭ અને નીચામાં ૨૬,૩૦૬ મહત્ત્વની સપાટીઓ

Published : 05 January, 2026 09:46 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ તેમ જ અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમજ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૮૮૦.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૯૫.૨૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૬,૪૫૫.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૨૦.૫૬ પૉઇન્ટના નેટ સુધારે ૮૫,૭૬૨.૦૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૫,૮૧૩ ઉપર ૮૫,૯૭૮, ૮૬,૪૪૦, ૮૬,૮૯૦ સુધીની શક્યતા અને ૮૬,૮૯૦ ઉપર ચાલે તો ૮૭,૮૦૦, ૮૮,૭૧૦, ૮૯,૬૨૦, ૯૦,૫૩૦ સુધીની શક્યતા. વધ-ઘટે ૯૫,૦૦૦ સુધી પણ આવી શકે. નીચામાં ૮૫,૨૩૬, ૮૫,૧૫૦ સપોર્ટ ગણાય. ગેનની ટર્નિંગ પ્રમાણે ઉપરમાં ૨૬,૨૭૦ અને નીચામાં ૨૬,૧૩૦ મહત્ત્વની સપાટી હતી. ૨૬,૧૩૦ તૂટ્યા પછી ૨૬,૨૭૦ કુદાવતાં ભારે વેચાણકાપણી સાથે સંગીન સુધારો જોવા મળી રહ્યો છે. સાથે-સાથે PSU બૅન્ક શૅરોમાં PNB, યુકો બૅન્ક, IOB તેમ જ સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક પણ ધ્યાનમાં રાખવા જોઈએ.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ તેમ જ અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમજ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય. (MEASURING TACHNIQUE = રેક્ટેન્ગલની ઊંચાઈ જેટલા ભાવો બ્રેકઆઉટ પૉઇન્ટથી વધશે અથવા ઘટશે એમ ધારી શકાય. જોકે આના કરતાં વધારે વધ-ઘટ જોવા મળતી હોય છે. આ સાથે બધી ચાર્ટ-પૅટર્ન વિશે આપણે સમજી ચૂક્યા છીએ. આ બધી ચાર્ટ-પૅટર્ન સપોર્ટ અને રેજિસ્ટન્ટ લેવલ પર આધાર રાખે છે.(ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૬,૧૬૭.૭૬ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ઇન્ડસઇન્ડ બૅન્ક (૯૦૨.૪૫) : ૮૩૩.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૧૦ ઉપર ૯૩૬, ૯૬૬, ૯૯૬, ૧૦૨૬ સુધીની શક્યતા. નીચામાં ૮૭૬ નીચે ૮૭૦ સપોર્ટ ગણાય.


વૉલ્ટાસ (૧૪૩૦.૨૦) : ૧૩૪૩.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૪૭, ૧૪૬૪, ૧૪૯૦ કુદાવતાં ૧૫૨૩ આખરી પ્રતિકારક સપાટી ગણાય જેની ઉપર ૧૫૩૩, ૧૫૮૦ સુધીની શક્યતા. નીચામાં ૧૩૯૮ નીચે ૧૩૮૮ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફટી ફ્યુચર (૬૦૩૪૧.૦૦) : ૫૮૭૬૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦,૪૦૦ ઉપર ૬૦,૬૫૦, ૬૦,૯૧૦, ૬૧,૧૬૦ સુધીની શક્યતા. નીચામાં ૬૦,૨૪૦ નીચે ૬૦,૧૪૦, ૫૯,૮૮૫, ૫૯,૭૧૦, ૫૯,૬૦૦ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૬,૪૫૫.૪૦) : ૨૫૮૮૦.૧૦ના ટૉપથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૪૮૦ની ઉપર ૨૬,૪૯૬ કુદાવતાં ૨૬,૫૦૫, ૨૬,૬૮૭ અને ૨૬,૬૮૭ ઉપર ચાલે તો ૨૬,૯૭૦, ૨૭,૨૫૫, ૨૭,૫૩૯, ૨૭,૮૨૩ સુધીની શકયતા.વધ-ઘટે ૨૯,૦૦૦ સુધી પણ આવી શકશે. નીચામાં ૨૬,૪૦૦ નીચે ૨૬,૩૬૨, ૨૬,૨૯૫, ૨૬,૨૯૫, ૨૬,૨૨૮, ૨૬,૧૬૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

IDBI બૅન્ક (૧૧૪.૭૩) : ૯૨.૫૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૬ ઉપર ૧૩૪, ૧૪૩ સુધીની શક્યતા. નીચામાં ૧૦૩ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે જેમાં ઇન્વર્સ હેડ ઍન્ડ શોલ્ડર ચાર્ટ પૅટર્ન જોવા મળે છે.

રિલાયન્સ (૧૫૯૨.૩૦) : ૧૫૩૭.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૯૭ ઉપર ૧૬૨૭ સુધીની શક્યતા. ૧૬૨૭ કુદાવે તો ૧૬૫૭, ૧૬૮૭, ૧૭૧૮ સુધીની શક્યતા. વધ-ઘટે ૧૮૦૦ સુધી પણ આવી શકે. નીચામાં ૧૫૭૮ નીચે ૧૫૭૦ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે જેમાં ઇન્વર્સ હેડ ઍન્ડ શોલ્ડર ચાર્ટ પૅટર્ન જોવા મળે છે. 

શૅરની સાથે શેર : સફર અટકતી નથી કંઈ તૂફાન ટકરાતાં, દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું. - રાજેન્દ્ર શુક્લ

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2026 09:46 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK