વૈશ્વિક નબળા પરિબળો, પ્રોફિટ બુકિંગને લીધે સેન્સેક્સ 1066 પોઈન્ટ તૂટ્યો
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક નબળા પરિબળો જેવા કે બુધવારે વોલ સ્ટ્રીટ ઘટાડે બંધ થતા, યુરોપના દેશોમાં કોવિડ-19નો બીજો વેવ દેખાતા અમૂક નિયંત્રણો લાદતા, એશિયાના બજારોમાં વેચવાલી તેમ જ ભારતની નાણાકીય પરિસ્થિતિ નબળી રહેવાના રિપોર્ટ આવતા રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરતા 10 દિવસના વધારા બાદ આજે શૅરબજારો નોંધપાત્ર ઘટ્યા હતા.
સેન્સેક્સ 1066.33 પોઈન્ટ્સ (2.61 ટકા) ઘટીને 39,728.41ના સ્તરે અને નિફ્ટી 290.70 (2.43 ટકા) ઘટીને 11,680.35ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ નવ ટકા વધીને 22.05ના સ્તરે બંધ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શૅર્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
સેન્સેક્સમાં 30માંથી 29 કંપનીઓના શૅર ભાવ ઘટ્યા હતા, ફક્ત એશિયન પેઈન્ટ્સ 0.3 ટકા વધ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.75 ટકા અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1.45 ટકા ઘટ્યો હતો.
નિફ્ટીના દરેક ઈન્ડેક્સ ઘટ્યા હતા. નિફ્ટી બૅન્ક 3.36 ટકા, ઓટો 1.19 ટકા, ફાઈ.સર્વિસ 2.95 ટકા, એફએમસીજી 1.05 ટકા, આઈટી 2.87 ટકા, મીડિયા 2.81 ટકા, મેટલ 0.49 ટકા, ફાર્મા 2.84 ટકા, પ્રાઈવેટ બૅન્ક 3.32 ટકા, રિયલ્ટી 2.38 ટકા ઘટ્યો હતો.

