Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બીજલ ગડાના પુસ્તકનું થયું વિમોચન

18 March, 2024 04:37 IST | Mumbai

પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બીજલ ગડાના પુસ્તકનું થયું વિમોચન

પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ અને બિઝનેસ કોચ બીજલ ગડાએ તેમના '15 મિનિટના મેજિક લુક'નું વિમોચન તાજેતરમાં કર્યું છે. પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં મેકઅપ ટિપ્સ આપતા તેમણે કહ્યું કે, 'દરેક નારી સુંદર છે, માત્ર તે પોતાને માટે સમય આપતી નથી.' બીજલએ અહીં 'સેલ્ફ લવ...'નો માત્ર આપ્યો છે.

આ ખાસ દિવસે ઉદ્યોગના મહારથીઓની હાજરીમાં તેમના પુસ્તકનું વિમોચન કરાયું. સામાજિક અથવા પારિવારિક કાર્યક્રમો માટે બહાર જઈએ ત્યારે ડ્રેસિંગ અને મેક-અપ કેમ કરવો અને પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટેનું ટેક્નિકલ નૉલેજ તેમણે આપ્યું. આ પુસ્તક અને સેમિનાર દ્વારા દરેક મહિલાને એકદમ નજીકથી અને નવી ટેક્નિક જાણવા મળી.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK