આજે ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ “મેરા ટિકિટ મેરી શાન” નામનો જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સુહાના સફર, ગ્લોબલ કપોલ વિકાસ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે Triveni Das (Dy. SS Commercial/BVI), Sr. DCM – MMCT, ACM (PM) – MMCT, તેમજ પોલીસ મિત્ર મુકેશ મહેતા, RPF દત્તા કૂપરકર, એજ્યુકેશન ડાયરેક્ટર જુઈ હડકર, RPF દિનેશ યાદવ અને ZRUCC સભ્ય કેતન શાહનું અમૂલ્ય સહયોગ મળ્યો હતો. *નિર્મલા મેમોરિયલ ફાઉન્ડેશન કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ (ઓટોનોમસ)*ના NSS કાર્યક્રમ અધિકારી અને સ્વયંસેવકો, તેમજ જે. બી. ખોત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પથનાટ્ય રજૂ કરીને તથા વિવિધ નારા લગાવીને નાગરિકોને RailOne એપ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી. આ કાર્યક્રમ બોરીવલી (વેસ્ટ) રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર સફળતાપૂર્વક સંપન્ન થયો.
