ગુજરાતી સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ 'અમૃત ગઝલ પારિતોષિક' પ્રથમ પ્રાપ્ત કરનાર અગ્રગણ્ય ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ચૂંટેલી ગઝલોનો સંગ્રહ 'ટોળાંની શૂન્યતા છું'નું પ્રકાશન તાજેતરમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે. આ સંગ્રહનું લોકાર્પણ સંસ્થાના મહામંત્રી શ્રી જયેન્દ્રસિંહજી જાડેજા કરશે. આ સમારંભ આગામી તા. ૨૨મી મે ૨૦૨૬, શુક્રવારે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ વાગ્યે ગુજરાત સાહિત્ય અકાદમી,ઝવેરચંદ મેઘાણી ભવન, કૃષિ ભવનની પાછળ, સેક્ટર -૧૦/એ, ગાંધીનગર ખાતે યોજાયો છે.
આ અવસરે કવિ - ગઝલકાર શ્રી જવાહર બક્ષી પોતાની ગઝલોનું પઠન આસ્વાદ સાથે અને ગઝલો સાથે સંકળાયેલી રસપ્રદ વાતો કરશે. સહુ રસિકજનોને જાહેર આમંત્રણ છે.
