Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



'ઝરૂખો'માં વરિષ્ઠ કવયિત્રી-વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ

19 March, 2026 02:13 IST | Mumbai

'ઝરૂખો'માં વરિષ્ઠ કવયિત્રી-વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ

અમદાવાદસ્થિત કવયિત્રી, વાર્તાકાર ઉષા ઉપાધ્યાયે ૪૦ જેટલાં પુસ્તકો આપ્યાં છે, જેમાં કાવ્યસંગ્રહ છે 'જળ બિલ્લોરી', 'અરુંધતીનો તારો' અને 'શ્યામપંખી અવ આવ'

'અરુંધતીનો તારો' આ કાવ્યસંગ્રહનો અંગ્રેજી અને સંસ્કૃતમાં અનુવાદ પણ થયો છે અને આ કાવ્યસંગ્રહ પાટણ અને ઉત્તર ગુજરાતની યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં છે. એમણે ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં પણ સર્જન કર્યું છે અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ વર્ષોથી સેવા આપી રહ્યાં છે. ૨૧ માર્ચ ૨૦૨૬ શનિવાર સાંજે સાડા પાંચ વાગ્યે ન્યુ એમ કે હાઇસ્કુલ ,ફેક્ટરી લેન,( ગેટ નં ૧ થી પ્રવેશ),બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉષા ઉપાધ્યાય પોતાનાં કાવ્ય રજૂ કરશે, એમની એક ટૂંકી વાર્તાનું વાચિકમ થશે ત્યારબાદ સંજય પંડ્યા, પ્રતિમા પંડ્યા તથા ઉપસ્થિત ભાવકો એમની સાથે ગોષ્ઠિ કરશે. સાઈલીલા વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.આ કાર્યક્રમ માટે સ્થળ સહયોગ બોરીવલી એજ્યુકેશન સોસાયટીનો છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK