આ લીગ માટે ફેડરેશન અને સરકાર તરફથી સમર્થન મળશે.
સાક્ષી મલિક અને અમન સેહરાવત, ગીતા ફોગાટ
ઑલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિક અને અમન સેહરાવતે વર્લ્ડ ચૅમ્પિયનશિપની બ્રૉન્ઝ મેડલ વિજેતા ગીતા ફોગાટ સાથે ગઈ કાલે રેસલિંગ ચૅમ્પિયન્સ સુપર લીગ (WCSL)ની જાહેરાત કરી હતી. રિયો ૨૦૧૬ની બ્રૉન્ઝ મેડલિસ્ટ સાક્ષી અને ૨૦૧૨ વર્લ્ડ ચૅમ્પિયનશિપની બ્રૉન્ઝ મેડલિસ્ટ ગીતાએ સોશ્યલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. સોશ્યલ મીડિયાથી દૂર રહેલા પૅરિસ ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ મેડલિસ્ટ અમન સેહરાવતે પણ આ અભિયાન માટે પોતાનું સમર્થન આપ્યું છે. દેશના ઊભરતા કુસ્તીબાજો માટે આયોજિત થનારી આ લીગને હજી સુધી નૅશનલ ફેડરેશનનું સમર્થન મળ્યું નથી. ગીતાએ આશા વ્યક્ત કરી કે આ પહેલી લીગ હશે જે ફક્ત ખેલાડીઓ દ્વારા જ ચલાવવામાં આવશે અને તેને આ લીગ માટે ફેડરેશન અને સરકાર તરફથી સમર્થન મળશે.