હરિયાણાના રોહતકના સંસદસભ્ય દીપેન્દર સિંહ હૂડા અને તેમની પત્ની સ્વેતા મિર્ધા હૂડા સાથે મુલાકાત કરી હતી
વિનેશ ફોગાટ
પૅરિસ ઑલિમ્પિક્સ બાદ કુસ્તી છોડનાર વિનેશ ફોગાટ હવે રાજકારણમાં પ્રવેશ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે વિનેશ ફોગાટ તેના પતિ સોમવીર રાઠી સાથે હૂડા ફૅમિલીના દિલ્હીસ્થિત નિવાસસ્થાન પર પહોંચી હતી જ્યાં તેણે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હૂડા, તેમની પત્ની આશા હૂડા, હરિયાણાના રોહતકના સંસદસભ્ય દીપેન્દર સિંહ હૂડા અને તેમની પત્ની સ્વેતા મિર્ધા હૂડા સાથે મુલાકાત કરી હતી જેના કારણે તેના કૉન્ગ્રેસમાં સામેલ થવાની વાતે વેગ પકડ્યો છે.

