T20 વર્લ્ડ કપમાં આજના ભારત-અમેરિકાના મુકાબલા વખતે અમેરિકન કૅપ્ટન મોનાંક પટેલના પિતા દિલીપ પટેલની સમજી શકાય એવી મૂંઝવણ : કહે છે કે દીકરાને જીતના આશીર્વાદ આપીશ અને જે સારું રમશે એ ટીમને સપોર્ટ કરીશ
અમેરિકાની ક્રિકેટ ટીમના ગુજરાતી કૅપ્ટન મોનાંક પટેલ તેના પપ્પા દિલીપ પટેલ સાથે
અમેરિકામાં રમાઈ રહેલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત-અમેરિકા વચ્ચે ન્યુ યૉર્કના મેદાનમાં રમાનારી મૅચમાં અમેરિકાની ટીમના ગુજરાતી કૅપ્ટન મોનાંકના પિતા દિલીપ પટેલ દીકરાને ભારત સામે ‘વિજયી ભવઃ’ના આશીર્વાદ આપશે. ક્રિકેટના મુકાબલામાં એક તરફ દીકરો અને બીજી તરફ દેશને લઈને કોને સપોર્ટ કરવો એ મુદ્દે દિલીપ પટેલ અસમંજસમાં મુકાયા છે. જોકે તેમણે ન્યુ જર્સીથી ‘મિડ-ડે’ને કહ્યું હતું કે દીકરા સાથે લાગણી જોડાયેલી છે, પણ જે સારું રમશે તેને સપોર્ટ કરીશ.



