ભારતીય વિમેન્સ હૉકી ટીમ ૨૬ એપ્રિલથી ચોથી મે દરમ્યાન પાંચ મૅચની સિરીઝ રમવા માટે ઑસ્ટ્રેલિયા-ટૂર પર જશે. પહેલી બે મૅચ ઑસ્ટ્રેલિયાની ‘એ’ ટીમ, જ્યારે બાકીની ત્રણ મૅચ સિનિયર ઑસ્ટ્રેલિયન ટીમ સામે રમાશે.
પ્રતીકાત્મક તસવીર
ભારતીય વિમેન્સ હૉકી ટીમ ૨૬ એપ્રિલથી ચોથી મે દરમ્યાન પાંચ મૅચની સિરીઝ રમવા માટે ઑસ્ટ્રેલિયા-ટૂર પર જશે. પહેલી બે મૅચ ઑસ્ટ્રેલિયાની ‘એ’ ટીમ, જ્યારે બાકીની ત્રણ મૅચ સિનિયર ઑસ્ટ્રેલિયન ટીમ સામે રમાશે. બધી મૅચ પર્થ હૉકી સ્ટેડિયમ ખાતે રમાશે. જૂનમાં શરૂ થનારા FIH પ્રો લીગ ૨૦૨૪-’૨૫ના યુરોપિયન તબક્કાની તૈયારીને ધ્યાનમાં રાખીને આ ટૂરનું ખૂબ મહત્ત્વ છે. પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચ પર પહોંચવા છઠ્ઠા ક્રમની ભારતીય વિમેન્સ ટીમે પ્રો લીગના બીજા તબક્કામાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.

