મુંબઈમાં નવમી નવેમ્બરે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ (ISH)ની પાંચમી સીઝનમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર પ્લેયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું
યશસ્વી જાયસવાલ
મુંબઈમાં નવમી નવેમ્બરે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ (ISH)ની પાંચમી સીઝનમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર પ્લેયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નીરજ ચોપડાને સ્પોર્ટ્સમૅન ઑફ ધ યર (વ્યક્તિગત સ્પોર્ટ્સ), શૂટર મનુ ભાકરને સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર (વ્યક્તિગત સ્પોર્ટ્સ), હૉકી-પ્લેયર હરમનપ્રીત સિંહને સ્પોર્ટ્સમૅન ઑફ ધ યર (ટીમ સ્પોર્ટ્સ) અને ક્રિકેટર સ્મૃતિ માન્ધનાને સ્પોર્ટ્સવુમેન ઑફ ધ યર (ટીમ સ્પોર્ટ્સ)ના અવૉર્ડ મળ્યા હતા.
હરમનપ્રીત સિંહ
ADVERTISEMENT
શ્રેયાંકા પાટીલ
શૂટર મનુના કોચ જસપાલ રાણા કોચ ઑફ ધ યર અને પદ્મશ્રી મુરલીકાંત પેટકર લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત થયા હતા. દિવ્યાંગ જૅવલિન થ્રોઅર સુમિત અંતિલ અને દિવ્યાંગ શૂટર અવનિ લેખરાએ પૅરાઍથ્લીટ ઑફ ધ યરના અવૉર્ડ જીત્યાં હતાં.
અવનિ લેખરા
જસપાલ રાણા
મહિલા ક્રિકેટર શ્રેયાંકા પાટીલ સાથે પૉપ્યુલર ચૉઇસ બ્રેકથ્રૂ પર્ફોર્મન્સ ઑફ ધ યર અવૉર્ડ જીતનાર યશસ્વી જાયસવાલ સ્ટાર સ્પોર્ટ્સ બિલીવ ઑનર અવૉર્ડથી પણ સન્માનિત થયો હતો.
સુમિત અંતિલ
ભારતીય મેન્સ હૉકી ટીમ અને ચેસ વિમેન્સ ટીમને ટીમ ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સને પૉપ્યુલર ચૉઇસ ક્લબનો અવૉર્ડ મળ્યો હતો.