Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતીય ટેનિસ-પ્લેયર યુકી ભાંબરીનું યુએસ ઓપન અભિયાન સમાપ્ત

ભારતીય ટેનિસ-પ્લેયર યુકી ભાંબરીનું યુએસ ઓપન અભિયાન સમાપ્ત

Published : 06 September, 2025 12:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જોડીને છઠ્ઠી ક્રમાંકિત બ્રિટિશ જોડી સામે  ૭-૬, ૬-૭, ૪-૬થી હારનો સામનો કરવો પડ્યો હતો

ભારતના યુકી ભાંબરી અને તેના સાથી માઇકલ વીનસન

ભારતના યુકી ભાંબરી અને તેના સાથી માઇકલ વીનસન


ભારતના યુકી ભાંબરી અને તેના સાથી માઇકલ વીનસને યુએસ ઓપન મેન્સ ડબલ્સ ઇવેન્ટની સેમી ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ જોડીને છઠ્ઠી ક્રમાંકિત બ્રિટિશ જોડી સામે  ૭-૬, ૬-૭, ૪-૬થી હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટમાં આ જોડીનું હમણાં સુધીનું આ બેસ્ટ પ્રદર્શન હતું. વર્લ્ડ રૅન્કિંગમાં બાવીસમો ક્રમ ધરાવતી આ જોડીએ સેમી ફાઇનલ સુધીની સફરમાં ચોથી અને અગિયારમી ક્રમાંકિત જોડીને પણ હરાવી હતી. દિલ્હીનો ૩૩ વર્ષનો યુકી ભાંબરી ગ્રૅન્ડ સ્લૅમની સેમી ફાઇનલ સુધી પહોંચનાર ભારતીય ટેનિસસ્ટાર મહેશ ભૂપતિ, રોહન બોપન્ના અને લિએન્ડર પેસની ક્લબમાં સામેલ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK