અમેરિકામાં આયોજિત આ બહુચર્ચિત ટુર્નામેન્ટમાં ૩૨ ક્લબને આઠ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે જેમના વચ્ચે કુલ ૬૮ મૅચ રમાશે.
ફુટબૉલ વર્લ્ડ કપની ટ્રોફી
અમેરિકામાં જૂન-જુલાઈ ૨૦૨૫માં ૩૨ ક્લબ વચ્ચે રમાવાનો છે વર્લ્ડ કપ ૨૦૨૫ની ૧૪ જૂનથી ૧૩ જુલાઈ વચ્ચે અમેરિકાનાં ૧૨ સ્ટેડિયમમાં ક્લબ ફુટબૉલ વર્લ્ડ કપ રમાશે. વિશ્વની શ્રેષ્ઠ ૩૨ ફુટબૉલ ક્લબ વચ્ચેની આ ટક્કર માટે અનોખી ટ્રોફીનું અનાવરણ હાલમાં અમેરિકાના વાઇટ હાઉસમાં કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની હાજરીમાં આ ટ્રોફી લૉન્ચ કરવામાં આવી હતી. આ ટ્રોફીની અનોખી ડિઝાઇન જોવા માટે એને ચાવીથી ખોલવી પડે છે. અમેરિકામાં આયોજિત આ બહુચર્ચિત ટુર્નામેન્ટમાં ૩૨ ક્લબને આઠ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે જેમના વચ્ચે કુલ ૬૮ મૅચ રમાશે.

