કૉમનવેલ્થમાં વેઇટલિફ્ટર અજય સિંહનો નવો રેકૉર્ડ
અજય સિંંહ
અપીઆ, સામોઆ (પી.ટી.આઇ.) : હાલમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપમાં ભારતીય વેઇટલિફ્ટર અજય સિંહે એક નવો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. વેઇટ લિફ્ટિંગની ક્લીન ઍન્ડ જર્ક કૅટેગરીમાં અજયે પોતાના વજનથી બમણું વજન ઊંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. બાવીસ વર્ષના અજયે ઑલિમ્પિકના ક્વૉલિફાઇંગ ઇવેન્ટમાં ૮૧ કિલોગ્રામની કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવીને નૅશનલ રેકૉર્ડ બ્રેક કર્યો છે. તેણે તેના વજન કરતાં ડબલ એટલે કે ૧૯૦ કિલો વજન ઉઠાવ્યું હતું.
આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ
ADVERTISEMENT
આ પહેલાં અજયે એશિયન યુથ ઍન્ડ જુનિયર વેઇટ લિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ૧૪૮ કિલો ઊંચકી બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે તેણે કુલ ૩૩૮ કિલો (૧૯૦ + ૧૪૮) ઊંચક્યું હતું. અત્યાર સુધીનું આ અજયનું સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ રહ્યું છે. એપ્રિલમાં ચાઇનાના નિન્ગબોમાં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં તેણે કુલ ૩૨૦ કિલો વજન ઊંચક્યું હતું. અજય ઉપરાંત વેઇટ લિફ્ટિંગના ક્લીન ઍન્ડ જર્ક કૅટેગરીમાં ભારતના પપુલ ચંગમાઈએ ૩૧૩ કિલો વજન ઊંચકીને સિલવર મેડલ મેળવ્યો હતો.

