યુપીએ નવ વિકેટ ગુમાવીને આપેલા ૧૪૩ રનના ટાર્ગેટને મુંબઈએ ૧૭ ઓવરમાં બે વિકેટે ચેઝ કરી લીધો
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરમાં ગઈ કાલે યુપી વૉરિયર્સ સામે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની અગિયારમી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે ૮ વિકેટે જીત નોંધાવી હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી યુપી વૉરિયર્સે ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૪૨ રન ફટકાર્યા હતા. જવાબમાં મુંબઈએ બે વિકેટે ૧૭ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને યુપીને વિજયની હૅટ-ટ્રિક કરતાં રોકી હતી.
મુંબઈ માટે પહેલી ઇનિંગ્સમાં સૌથી વધુ ત્રણ વિકેટ લેનાર નેટ સાઇવર બ્રન્ટે (૪૪ બૉલમાં ૭૫ રન અણનમ) ટાર્ગેટ ચેઝ કરતા સમયે ઓપનર હેલી મૅથ્યુઝ (૫૦ બૉલમાં ૫૯ રન) સામે બીજી વિકેટ માટે ૧૩૩ રનની પાર્ટનરશિપ કરી હતી જે મુંબઈ માટે આ ટુર્નામેન્ટની હાઇએસ્ટ પાર્ટનરશિપ પણ હતી. દિલ્હીની જેમ ૬ પૉઇન્ટ હોવા છતાં સારી નેટ રન રેટના આધારે મુંબઈ ટૉપ ટેબલમાં ટૉપર બન્યું છે.
ADVERTISEMENT
WPLનું પૉઇન્ટ-ટેબલ |
||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
મુંબઈ |
૪ |
૩ |
૧ |
૬ |
દિલ્હી |
૫ |
૩ |
૨ |
6 |
બૅન્ગલોર |
૪ |
૨ |
૨ |
૪ |
યુપી |
૫ |
૨ |
૩ |
૪ |
ગુજરાત |
૪ |
૧ |
૩ |
૨ |

