૧૭થી ૨૯ જાન્યુઆરી વચ્ચે રમાશે બે મૅચની ટેસ્ટ-સિરીઝ
ઇસ્લામાબાદની હોટેલમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ૧૮ વર્ષ બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ-સિરીઝ રમવા પહોંચી છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ટેસ્ટ-સિરીઝ માટે છેલ્લે નવેમ્બર ૨૦૦૬માં પાકિસ્તાન-ટૂર કરી હતી. ત્યારથી લઈને ૨૦૨૧ સુધી બન્ને ટીમ વચ્ચે ત્રણ વાર વેસ્ટ ઇન્ડીઝમાં અને એક વાર UAEમાં ટેસ્ટ-સિરીઝ રમાઈ હતી જેમાંથી બે સિરીઝ પાકિસ્તાને જીતી હતી અને બે સિરીઝ ડ્રૉ રહી હતી. જોકે ૨૦૦૬ બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨૦૧૮ અને ૨૦૨૧-’૨૨માં વાઇટ બૉલ ફૉર્મેટની સિરીઝ રમવા પણ પાકિસ્તાનની ધરતી પર આવી હતી.