એક મહિનામાં બીજી વાર વન8 કમ્યુનને મળી ફાયર ડિપાર્ટમેન્ટની નોટિસ
વિરાટ કોહલીની ફાઈલ તસવીર
બૅન્ગલોરમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસેની વિરાટ કોહલીની રેસ્ટોરાં-પબ ‘વન8 કમ્યુન’ને ફાયર વિભાગની નોટિસ મળી છે. ફાયર વિભાગ તરફથી મળતા નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વગર રેસ્ટોરાં શરૂ કરવાના કથિત આરોપ હેઠળ એક મહિનામાં બીજી વાર તેમને બૃહદ બૅન્ગલોર મ્યુનિસિપલ કૉર્પોરેશન (BBMP)ની નોટિસ મળી છે. ૨૯ નવેમ્બરે આપેલી પહેલી નોટિસનો જવાબ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને હવે જવાબ આપવા માટે ૭ દિવસનો સમય આપ્યો છે. જુલાઈમાં મધરાતે એક વાગ્યાની સમયમર્યાદા પછી રેસ્ટોરાં ચાલુ રાખવા સામે FIR દાખલ કરવામાં આવ્યો હતો. બૅન્ગલોરમાં આ રેસ્ટોરાંની બ્રાન્ચનું ઉદ્ઘાટન ગયા વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવ્યું હતું. મુંબઈ, દિલ્હી, પુણે અને કલકત્તા જેવાં અન્ય મોટાં શહેરોમાં એની બ્રાન્ચ છે.