કોહલીને કપિલ દેવ સાથે સરખાવી શકાય : કૃષ્ણમાચારી શ્રીકાન્ત
કૃષ્ણમાચારી શ્રીકાન્ત, વિરાટ કોહલી અને કપિલ દેવ
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર કૃષ્ણમાચારી શ્રીકાન્તનું કહેવું છે કે ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીની સરખામણી કપિલ દેવ સાથે કરી શકાય.
આ મુદ્દે વાત કરતાં શ્રીકાન્તે કહ્યું કે હું કપિલ દેવ સાથે અને તેમના નેતૃત્વમાં ક્રિકેટ રમ્યો છું. હું વિરાટ કોહલીની સરખામણી કપિલ દેવ સાથે કરી શકું છું અને તેનામાં ભરપૂર માત્રામાં આત્મવિશ્વાસ પણ જોઈ શકું છું.’
ADVERTISEMENT
એક મુલાકાતમાં વાત કરતાં શ્રીકાન્ત સાથે વીવીએસ લક્ષ્મણ અને ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર નાસીર હુસેન પણ હાજર હતા. પોતાનો મત મૂકતાં લક્ષ્મણે કહ્યું કે ‘મને વિરાટ કોહલી માટે માત્ર એક જ ડર સતાવી રહ્યો છે અને એ છે તેની ઇન્ટેન્સિટી. મને એવો ડર રહે છે કે તેની ઇન્ટેન્સિટી વહેલી પૂરી ન થઈ જાય.’

