નાઇજીરિયામાં આફ્રિકન ક્વૉલિફાયરમાં સતત પાંચ મૅચ જીતીને તાન્ઝાનિયાએ આગામી વર્ષે યોજાનાર ICC અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય કર્યું છે. આ ટુર્નામેન્ટની સોળમી આવૃત્તિ માટે ક્વૉલિફાય થઈને આ દેશ પહેલી વાર કોઈ ICC વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયો
તાન્ઝાનિયાની ક્રિકેટ-ટીમ
નાઇજીરિયામાં આફ્રિકન ક્વૉલિફાયરમાં સતત પાંચ મૅચ જીતીને તાન્ઝાનિયાએ આગામી વર્ષે યોજાનાર ICC અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય કર્યું છે. ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આયોજિત આ ટુર્નામેન્ટની સોળમી આવૃત્તિ માટે ક્વૉલિફાય થઈને આ દેશ પહેલી વાર કોઈ ICC વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયો છે. સિનિયર મેન્સ અને વિમેન્સ ટીમ પણ આ કમાલ કરી શકી નથી.
આ આવૃત્તિમાં ક્વૉલિફાયર લીગની ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરનાર આ પહેલી અને ઓવરઑલ બારમી ટીમ છે. ટુર્નામેન્ટ માટે ચાર સ્થાન હજી નક્કી થયાં નથી. એશિયા અને ઈસ્ટ એશિયા-પૅસિફિક ક્વૉલિફિકેશન સ્થાનો એપ્રિલમાં નક્કી કરવામાં આવશે, જ્યારે યુરોપિયન અને અમેરિકન ક્વૉલિફાયર્સ ઑગસ્ટમાં સમાપ્ત થશે.

