Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડમાં ૮ વર્ષ પહેલાં જીત્યું હતું ચેન્નઈ

હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડમાં ૮ વર્ષ પહેલાં જીત્યું હતું ચેન્નઈ

Published : 18 April, 2026 03:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગભગ ફિટ થઈ ગયેલા ધોની અને કમિન્સ આજે ટીમ સાથે હશે પણ રમશે એવી અપેક્ષા નથી...

હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડમાં ૮ વર્ષ પહેલાં જીત્યું હતું ચેન્નઈ

હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડમાં ૮ વર્ષ પહેલાં જીત્યું હતું ચેન્નઈ


IPL 2026ના પાંચમા ડબલ હેડરની બીજી મૅચ આજે રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હોમ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈ સુપર કિંગ્સ પોતાનો વિજયરથ આગળ વધારવાની અપેક્ષા સાથે ઊતરશે. રાજસ્થાન રૉયલ્સને આ જ મેદાન પર ચોંકાવનાર હૈદરાબાદ પાસે લય જાળવી રાખવાની શાનદાર તક છે. હારની હૅટ-ટ્રિક બાદ સતત બે મૅચ જીતનાર ચેન્નઈ આજે જીતની હૅટ-ટ્રિક પર નજર રાખશે. બન્ને ટીમે પાંચમાંથી માત્ર બે મૅચ જીતી છે.

હૈદરાબાદના બૅટિંગ-યુનિટે લગભગ પોતાનું શાનદાર ફૉર્મ મેળવી લીધું છે. ફાસ્ટ બોલર્સ પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસેનને કારણે આ ટીમના બોલિંગ-યુનિટમાં પ્રાણ પુરાયા છે. ફાસ્ટ બોલર અને કૅપ્ટન પૅટ કમિન્સ આજે ટીમ સાથે જોડાશે પણ રમે એવી અપેક્ષા નથી.

સંઘર્ષ કરી રહેલો ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં સંજુ સૅમસન સાથે સારી શરૂઆત અપાવી શક્યો નથી. મહેન્દ્ર સિંહ ધોની પહેલી વખત આ સીઝનમાં ટીમ સાથે ડ્રેસિંગ રૂમમાં જોવા મળશે. તે રમશે એની ૧૦૦ ટકા ખાતરી નથી.

હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પાંચ મૅચ રમાઈ છે એમાંથી અંતિમ બે મૅચ સહિત હૈદરાબાદ ત્રણ મૅચ જીત્યું છે. ચેન્નઈ બે મૅચમાં જ જીત મેળવી શક્યું છે. આ મેદાન પર ચેન્નઈની ટીમે ઓવરઑલ નવમાંથી ચાર મૅચ જીતી છે અને પાંચ મૅચમાં હાર મળી છે. ચેન્નઈની ટીમ અહીં છેલ્લે ૨૦૨૪માં રમી હતી અને વર્ષ ૨૦૧૮ બાદની ત્રણેય મૅચ હારી છે. ત્યાર બાદની અહીંની ત્રણ મૅચમાં ચેન્નઈને હાર મળી હતી. હૈદરાબાદની ટીમ અહીં ૬૫ મૅચમાંથી ૩૯ મૅચ જીતી છે અને પચીસ મૅચ હારી છે. એક મૅચ નો-રિઝલ્ટ પણ રહી છે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ

૨૨

ચેન્નઈની જીત

૧૫

હૈદરાબાદની જીત



 


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK