જેને પગલે મચ્છરોને મારવાને બદલે એમના પ્રજનનચક્રને અટકાવવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મુંબઈમાં મચ્છરજન્ય રોગોને નાથવા BMCએ પર્યાવરણને અનુકૂળ ‘મુવ્વી ટ્રૅપ’ મિશન લૉન્ચ કર્યું છે, જેને પગલે મચ્છરોને મારવાને બદલે એમના પ્રજનનચક્રને અટકાવવામાં આવશે.
ખાસ મિશ્રણથી આકર્ષાઈને માદા મચ્છર આ ટ્રૅપમાં ઈંડાં મૂકે છે, જેનો જંતુનાશક દ્વારા નાશ કરવામાં આવે છે. આ ટ્રૅપ વીજળી વગર ચાલે છે અને એક વાર લગાવ્યા પછી ૪ અઠવાડિયાં સુધી અસરકારક રહે છે.
ADVERTISEMENT
રેસિડેન્શિયલ એરિયા માટે સુરક્ષિત આ ટેક્નૉલૉજી સોસાયટી ફૉર મુંબઈ ઇન્ક્યુબેશન લૅબ ટુ ઑન્ટ્રપ્રનરશિપ (SMILE) કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવી છે. આ નવીન પ્રયોગથી ડેન્ગી, મલેરિયા અને ઝિકા જેવા રોગોના ફેલાવા પર અસરકારક રીતે નિયંત્રણ લાવી શકાશે.
