જોકે તે ટેસ્ટ-ક્રિકેટ અને T20માં રમવાનું ચાલુ રાખશે
દુબઈમાં સેમી-ફાઇનલમાં હાર બાદ ખૂબ જ ઇમોશનલ થઈ ગયેલો ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સ્ટીવ સ્મિથ વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો.
ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી-ફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઑસ્ટ્રેલિયાના સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન અને સ્ટાર બૅટર સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે ટેસ્ટ-ક્રિકેટ અને T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. ઇન્જર્ડ પૅટ કમિન્સની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરનાર ૩૫ વર્ષના સ્મિથે સેમી-ફાઇનલ મૅચમાં ૯૬ બૉલમાં ૭૩ રન બનાવ્યા હતા. ભારત સામે ચાર વિકેટથી હાર્યા બાદ તેણે મેદાન પર વિરાટ કોહલીને અને ડ્રેસિંગ રૂમમાં પોતાના સાથી પ્લેયર્સને પોતાના નિર્ણયની જાણ કરી હતી.
ગઈ કાલે સ્મિથે કહ્યું, ‘મને લાગે છે કે આ બીજા પ્લેયર્સ માટે રસ્તો બનાવવાનો યોગ્ય સમય છે. આ એક અદ્ભુત સફર રહી છે અને મેં એની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. અમારી પાસે અદ્ભુત સમય અને ઘણી મીઠી યાદો હતી. આટલા મહાન સાથી પ્લેયર્સ સાથે બે વર્લ્ડ કપ જીતવા એ શાનદાર હતું. હવે વન-ડે વર્લ્ડ કપ 2027 માટે તૈયારી શરૂ કરવાનો સમય છે એથી મને લાગ્યું કે અન્ય લોકો માટે રસ્તો બનાવવાનો આ યોગ્ય સમય છે. ટેસ્ટ-ક્રિકેટ પ્રાથમિકતા છે અને હું વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે ઉત્સાહી છું. મને લાગે છે કે હું હજી પણ યોગદાન આપી શકું છું.’
ADVERTISEMENT
ફેબ્રુઆરી ૨૦૧૦માં લેગ-સ્પિન ઑલરાઉન્ડર તરીકે ડેબ્યુ કર્યા પછી સ્ટીવ સ્મિથે ૨૦૨૫ સુધીમાં વન-ડેના મહાન ક્રિકેટર્સમાં સામેલ થવાની સફર કરી છે. ઑસ્ટ્રેલિયાની ૨૦૧૫ અને ૨૦૨૩ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય સ્મિથને ૨૦૧૫ અને ૨૦૨૧માં ICC વન-ડે પ્લેયર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં તેને ICC મેન્સ વન-ડે ટીમ ઑફ ધ યરમાં પસંદ કરવામાં આવ્યો હતો. ૬૪ વન-ડેમાં તેની કૅપ્ટન્સી હેઠળ ઑસ્ટ્રેલિયાએ ૩૨ મૅચમાં જીત અને ૨૮ મૅચમાં હારનો સામનો કર્યો છે, બાકી મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
સ્મિથનો વન-ડેમાં બૅટિંગ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૭૦ |
ઇનિંગ્સ |
૧૫૪ |
રન |
૫૮૦૦ |
ફિફ્ટી |
૩૫ |
સેન્ચુરી |
૧૨ |
ઍવરેજ |
૪૩.૨૮ |
સ્ટ્રાઇક-રેટ |
૮૬.૯૬ |
સ્મિથનો વન-ડેમાં બોલિંગ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૭૦ |
ઇનિંગ્સ |
૪૦ |
વિકેટ |
૨૮ |
રન આપ્યા |
૧૦૭૬ |
ઇકૉનૉમી |
૩૮.૪ |

