પહેલી ઇનિંગ્સમાં પાકિસ્તાનના ૨૧૧ રન સામે સાઉથ આફ્રિકાના ૩૦૧ રન
સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેને બીજી ઇનિંગ્સમાં બે વિકેટ લીધી હતી
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની બે ટેસ્ટની સિરીઝની પહેલી મૅચના બીજા દિવસે પાકિસ્તાન થોડીક મુશ્કેલીમાં હતું. પાકિસ્તાને પહેલી ઇનિંગ્સમાં કરેલા ૨૧૧ રન સામે યજમાન ટીમ ૩૦૧ રન કરીને ઑલઆઉટ થઈ હતી અને એણે ૯૦ રનની લીડ મેળવી હતી. ત્યાર બાદ પાકિસ્તાને બીજી ઇનિંગ્સમાં ૮૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને હજી એના પર બે રનની લીડ છે.