Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઘરઆંગણે બે વર્ષે સાઉથ આફ્રિકાને મળી ટેસ્ટ-હાર, કૅપ્ટન તરીકે ટેમ્બા બવુમા છેક ૧૩મી મૅચમાં હાર્યો

ઘરઆંગણે બે વર્ષે સાઉથ આફ્રિકાને મળી ટેસ્ટ-હાર, કૅપ્ટન તરીકે ટેમ્બા બવુમા છેક ૧૩મી મૅચમાં હાર્યો

Published : 14 October, 2026 10:17 AM | IST | Durban
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડને ૬ વિકેટ અને સ્પિનર મૅટ રેનશૉને બે વિકેટ મળી હતી.

11 પહેલી ટેસ્ટ-હાર પહેલાં સૌથી વધુ આટલી જીત મેળવનાર કૅપ્ટન છે ટેમ્બા બવુમા. એક મૅચ ડ્રૉ પણ રહી હતી. ગઈ કાલે પહેલી હાર મળી.

11 પહેલી ટેસ્ટ-હાર પહેલાં સૌથી વધુ આટલી જીત મેળવનાર કૅપ્ટન છે ટેમ્બા બવુમા. એક મૅચ ડ્રૉ પણ રહી હતી. ગઈ કાલે પહેલી હાર મળી.


૪૨૧ રનના ટાર્ગેટ સામે ૬ રનની અંદર અંતિમ ૪ વિકેટ ગુમાવીને ૨૦૬ રનમાં ઑલઆઉટ થઈ યજમાન ટીમ, ડરબનમાં કાંગારૂઓની સતત ચોથી જીત 

ડરબન ટેસ્ટ-મૅચમાં ૨૧૪ રનની જીત સાથે યજમાન સાઉથ આફ્રિકા સામે ત્રણ મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ૧-૦થી લીડ મેળવી છે. નવેમ્બર ૨૦૨૪ પછી સતત ૪ ટેસ્ટ-જીત પછી સાઉથ આફ્રિકાને ઘરઆંગણે પહેલી હાર મળી છે. ઑસ્ટ્રેલિયાની ડરબનમાં ૨૦૦૬થી આ સતત ચોથી ટેસ્ટ-જીત પણ છે. 



ઑસ્ટ્રેલિયાએ ૩૯૦-૧૦ અને ૩૧૪-૬ની ઇનિંગ્સ રમીને ૪૨૧ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૮૪-૧૦નો સ્કોર કરનાર સાઉથ આફ્રિકા પાંચમા દિવસે બીજી ઇનિંગ્સમાં ૮૬.૫ ઓવરમાં ૨૦૬ રન કરીને ઑલઆઉટ થયું હતું.


પાંચમા દિવસે સાઉથ આફ્રિકાએ ૭૪મી ઓવરમાં ૧૬૬-૬ના સ્કોર સાથે બીજી ઇનિંગ્સ આગળ વધારી હતી. ઓપનર એઇડન માર્કરમે ૨૩૭ બૉલમાં ૭૫ રન કરીને લડાયક ઇનિંગ્સ રમી હતી. માર્કો યાન્સેને ૫૪ બૉલમાં ૩૫ રનનું યોગદાન આપ્યું હતું. કાંગારૂઓએ અંતિમ ૪ વિકેટ ૬ રનની અંદર લીધી હતી. ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડને ૬ વિકેટ અને સ્પિનર મૅટ રેનશૉને બે વિકેટ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2026 10:17 AM IST | Durban | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK