પીડા સહન કરવા બદલ પત્નીનો માન્યો આભાર
શાહીન શાહ આફ્રિદી
૨૪ વર્ષના શાહીન શાહ આફ્રિદીને ૨૪ ઑગસ્ટે દીકરાના જન્મના ગુડ ન્યુઝ મળ્યા હતા. એ સમયે રાવલપિંડીમાં બંગલાદેશ સામેની ટેસ્ટ-મૅચ દરમ્યાન તે પડકારનો સામનો કરી રહ્યો હતો. રવિવારે બંગલાદેશની ઐતિહાસિક જીત બાદ તે મૅચ પૂરી કરીને પોતાના ઘરે પહોંચ્યો હતો.
દીકરાને પહેલી વાર મળ્યા બાદ આ ફાસ્ટ બોલર ભાવુક થયો અને સુંદર ફોટો શૅર કરીને તેણે લખ્યું, ‘આ ક્ષણે બધું જ બદલી નાખ્યું. મારું દિલ ખુશીથી ભરાઈ ગયું છે અને મારું જીવન ઘણું સારું થઈ ગયું છે. ૨૦૨૪ની ૨૪ ઑગસ્ટ હંમેશાં અમારા માટે ખાસ રહેશે. મારા દીકરા અલિયાર આફ્રિદીનું આ દુનિયામાં સ્વાગત છે.’
ADVERTISEMENT
દીકરાને પહેલી વાર મળીને શાહીન શાહ આફ્રિદીએ પોસ્ટ કરેલો પહેલો ફોટો
પત્ની અંશા આફ્રિદીનો આભાર માનતાં આફ્રિદીએ લખ્યું હતું કે ‘હું પીડા સહન કરવા માટે મારી પત્નીનો હંમેશાં આભારી રહીશ. તે અમારા નાના પરિવારની સપોર્ટ સિસ્ટમ છે. અમને મળી
રહેલી પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે હું દરેકનો આભારી છું.’
માર્ચ ૨૦૨૪માં કૅપ્ટન્સી ગુમાવનાર શાહીન શાહ આફ્રિદી મેદાન પર બાબર આઝમ બાદ હવે ટેસ્ટ-કૅપ્ટન શાન મસૂદથી પણ નારાજ જોવા મળી રહ્યો છે.

