ટીમમાં ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ચાર અને રનર-અપ સાઉથ આફ્રિકાની ત્રણ ખેલાડી સામેલ કરાઈ છે
ઑસ્ટ્રેલિયાની અલીઝા હીલી ફાઇનલના વિજય બાદ શૅમ્પેનની બૉટલ લઈને કોચ શેલી નિશ્કીની પાછળ દોડી હતી. શેલી ૨૦૧૮ તથા ૨૦૨૦માં ચૅમ્પિયન બનેલી ટીમમાં હતી.
વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ રવિવારે ઑસ્ટ્રેલિયાની જીત સાથે પૂરો થયો ત્યાર બાદ આયોજક આઇસીસી દ્વારા ગઈ કાલે ‘ટીમ ઑફ ધ ટુર્નામેન્ટ’ની જાહેરાત થઈ હતી જેમાં વિકેટકીપર-બૅટર રિચા ઘોષ ભારતની એકમાત્ર ખેલાડી હતી. ટીમમાં ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ચાર અને રનર-અપ સાઉથ આફ્રિકાની ત્રણ ખેલાડી સામેલ કરાઈ છે.
ટીમ ઑફ ધ ટુર્નામેન્ટ : નૅટ સિવર-બ્રન્ટ (કૅપ્ટન, ઇંગ્લૅન્ડ), રિચા ઘોષ (વિકેટકીપર, ભારત), અલીઝા હીલી (વિકેટકીપર, ઑસ્ટ્રેલિયા), તઝનીમ બ્રિટ્સ (સાઉથ આફ્રિકા), લૉરા વૉલ્વાર્ટ (સાઉથ આફ્રિકા), ઍશ્લેઇ ગાર્ડનર (ઑસ્ટ્રેલિયા), સૉફ એક્લ્સ્ટન (ઇંગ્લૅન્ડ), કરિશ્મા રૅમહારક અને શબનીમ ઇસ્માઇલ (સાઉથ આફ્રિકા), ડાર્સી બ્રાઉન અને મેગન શટ (ઑસ્ટ્રેલિયા). ૧૨મી પ્લેયર ઑર્લા પ્રેન્ગડરગાસ્ટ (આયરલૅન્ડ).