બંગલાદેશે સાત વિકેટ ગુમાવીને આપેલા ૧૪૦ રનના ટાર્ગેટને પાકિસ્તાની ટીમે ૧૧ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કરી લીધો હતો.
પાકિસ્તાનની ટીમ
ગઈ કાલે બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મૅચમાં બંગલાદેશને ૧૦ વિકેટે હરાવીને પાકિસ્તાન પહેલી વાર ચૅમ્પિયન બન્યું છે. બંગલાદેશે સાત વિકેટ ગુમાવીને આપેલા ૧૪૦ રનના ટાર્ગેટને પાકિસ્તાની ટીમે ૧૧ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કરી લીધો હતો. ૨૦૧૨થી આયોજિત આ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપમાં પહેલી ત્રણેય ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ચૅમ્પિયન બની છે. એ ત્રણેય વર્લ્ડ કપ બૅન્ગલોરમાં રમાયા હતા. પહેલી વાર આ વર્લ્ડ કપ ભારતની બહાર પાકિસ્તાનમાં યોજાયો હતો. સુરક્ષાનાં કારણસર ભારતીય ટીમને છેલ્લી ઘડીએ સરકાર તરફથી પાકિસ્તાન જવાની પરવાનગી મળી નહોતી.