Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 સિરીઝના ડબલ હેડરમાં યજમાન ન્યુ ઝીલૅન્ડે ૨-૧ની લીડ મેળવી

T20 સિરીઝના ડબલ હેડરમાં યજમાન ન્યુ ઝીલૅન્ડે ૨-૧ની લીડ મેળવી

Published : 21 March, 2026 06:07 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રીજી T20 મૅચોમાં સાઉથ આફ્રિકા સામે ન્યુ ઝીલૅન્ડની મેન્સ ટીમે ૮ વિકેટે અને વિમેન્સ ટીમે ૬ વિકેટે વિજય મેળવ્યો...

ઓપનર ટૉમ લૅધમે ન્યુ ઝીલૅન્ડ માટે ૬૩  રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી.

ઓપનર ટૉમ લૅધમે ન્યુ ઝીલૅન્ડ માટે ૬૩ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી.


ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકાની મેન્સ-વિમેન્સ ટીમના ડબલ હેડરમાં ત્રીજી T20 મૅચ બાદ યજમાન ન્યુ ઝીલૅન્ડની બન્ને ટીમોએ પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી છે. ત્રીજી T20 મૅચ પહેલાં બન્ને સિરીઝ ૧-૧ બરાબર હતી. ગઈ કાલે સવારે સાઉથ આફ્રિકા સામે ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમે ૬ વિકેટે અને બપોરે મેન્સ ટીમે ૮ વિકેટે જીત નોંધાવી હતી.

સોફી ડિવાઇને કર્યું ઑલરાઉન્ડ પ્રદર્શન 
સાઉથ આફ્રિકાની મહિલા ટીમે ત્રીજી મૅચમાં ૭ વિકેટ ગુમાવીને ૧૪૯ રનનો સ્કોર કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડે ૪ વિકેટ ગુમાવીને ૧૮.૪ ઓવરમાં ૧૫૨ રન કરીને ૧૫૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. અનુભવી ઑલરાઉન્ડર સોફી ડિવાઇને ચોથા ક્રમે રમીને ૩૮ બૉલમાં ૬ ફોર અને એક સિક્સના આધારે અણનમ પંચાવન રન ફટકાર્યા હતા. તેણે મૅચવિનિંગ ઇનિંગ્સ પહેલાં ૩ ઓવરમાં ૨૧ રન આપીને બે વિકેટ પણ લીધી હતી.

મિચલ સૅન્ટનર ઍન્ડ કંપની સામે સાઉથ આફ્રિકા નબળું પડ્યું 
કેશવ મહારાજની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકાની ટીમ ૯ વિકેટ ગુમાવીને ૧૩૬  રન જ કરી શકી હતી. ન્યુ ઝીલૅન્ડે ૧૬.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૩૭ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો હતો. બોલિંગ દરમ્યાન ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસને ૪ ઓવરમાં માત્ર ૯ રન આપીને એક વિકેટ લીધી હતી. કૅપ્ટન મિચલ સૅન્ટનર સહિતના ૩ બોલર્સે ૨-૨ વિકેટ પણ ઝડપી હતી. રન-ચેઝ દરમ્યાન ઓપનર ટૉમ લૅધમે ૭ ફોર, બે સિક્સની મદદથી પંચાવન બૉલમાં ૬૩  રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 06:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK