હેરસ્ટાઇલિસ્ટ આલિમ હાકિમે સોશ્યલ મીડિયા પર ધોનીની નવી હેરસ્ટાઇલના ફોટો શૅર કર્યા છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
૭ જુલાઈએ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૪૩ વર્ષનો થઈ જશે. પણ હાલમાં તેનો નવો ફોટો વાઇરલ થયો છે જેને જોઈને કોઈ કહી જ ન શકે કે ધોની ૪૦ પ્લસની ઉંમરનો હશે. મુંબઈના ફેમસ હેરસ્ટાઇલિસ્ટ આલિમ હાકિમે સોશ્યલ મીડિયા પર ધોનીની નવી હેરસ્ટાઇલના ફોટો શૅર કર્યા છે. નવી હેરસ્ટાઇલમાં ધોની ખૂબ યંગ અને સ્ટાઇલિશ દેખાઈ રહ્યો છે.

