માર્કો યાન્સેન આશરે ૬ ફુટ ૧૦ ઈંચ ઊંચો છે. જગતના સૌથી લાંબા ક્રિકેટર્સમાંથી એક એવા માર્કો સામે સામાન્ય ઊંચાઈ ધરાવતી વ્યક્તિને વાત કરવામાં મુશ્કેલી પડે છે.
બે પ્રેઝન્ટર્સે ખુરસી પર ઊભા રહીને લીધો માર્કો યાન્સેનનો ઇન્ટરવ્યુ.
સાઉથ આફ્રિકાનો ૨૪ વર્ષનો ફાસ્ટ બોલર માર્કો યાન્સેન હાલમાં પોતાના દેશની T20 લીગ SA20માં ધમાલ મચાવી રહ્યો છે. સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ માટે ૬ મૅચમાં ૧૦ વિકેટ લઈને ટુર્નામેન્ટની આ સીઝનનો તે હાઇએસ્ટ વિકેટટેકર બન્યો છે.
માર્કો યાન્સેન આશરે ૬ ફુટ ૧૦ ઈંચ ઊંચો છે. જગતના સૌથી લાંબા ક્રિકેટર્સમાંથી એક એવા માર્કો સામે સામાન્ય ઊંચાઈ ધરાવતી વ્યક્તિને વાત કરવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હાલમાં ટુર્નામેન્ટના બે પ્રેઝન્ટર્સે ખુરસીનો સહારો લીધો હતો જેનો ફોટો સોશ્યલ મીડિયા પર વધુ ને વધુ વાઇરલ થઈ રહ્યો છે.