Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીને જાડેજાની પૉઝિટિવ અને ઇશાન્તની નેગેટિવ શુભેચ્છા, સેહવાગની સિક્સર

ધોનીને જાડેજાની પૉઝિટિવ અને ઇશાન્તની નેગેટિવ શુભેચ્છા, સેહવાગની સિક્સર

Published : 08 July, 2023 02:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૨ વર્ષ પૂરાં કરનાર માહીને આઇપીએલ-૨૦૨૩ના ફાઇનલ-વિનર રવીન્દ્ર જાડેજાએ ગુડ વિશિશ આપતાં કહ્યું કે ‘સી યુ સૂન ઇન યલો’ : ઇશાન્તે ધડાકો કરતાં કહ્યું કે ‘ધોની મેદાન પર સાથીઓને ગાળ સાથે ઠપકો પણ આપતો હતો’

કૅપ્ટન અને વિકેટકીપર-બૅટરની ત્રણ ભૂમિકામાં જોવા મળેલા ‘કૅપ્ટન કૂલ’ એમએસ ધોનીના ૧૯ વર્ષની કરીઅરમાં અનેક પ્રકારના ચહેરા તેના ચાહકોને જોવા મળ્યા હતા. માહીની કૅપ્ટન્સીમાં ભારત બે વર્લ્ડ કપ જીત્યું હતું (તસવીર : twitter.com)

કૅપ્ટન અને વિકેટકીપર-બૅટરની ત્રણ ભૂમિકામાં જોવા મળેલા ‘કૅપ્ટન કૂલ’ એમએસ ધોનીના ૧૯ વર્ષની કરીઅરમાં અનેક પ્રકારના ચહેરા તેના ચાહકોને જોવા મળ્યા હતા. માહીની કૅપ્ટન્સીમાં ભારત બે વર્લ્ડ કપ જીત્યું હતું (તસવીર : twitter.com)


મે મહિનાના અંતમાં પાંચમી વાર આઇપીએલનું ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેની ફાઇનલ જીત્યા પછી સાથી-ખેલાડીઓ અને અસંખ્ય ચાહકોનો બેહદ પ્રેમ જોઈને નિવૃત્તિનો વિચાર માંડી વાળ્યો હતો અને નિર્ણય લેવા માટે પોતે થોડા મહિનાનો સમય લેશે એવું ઇમોશનલ સ્પીચમાં કહ્યું હતું. જોકે ‘૭’ નંબરને નસીબવંતો ગણતા ધોનીએ ગઈ કાલે (૭ જુલાઈએ) ૪૨ વર્ષ પૂરાં કર્યાં એ નિમિત્તે તેને સોશ્યલ મીડિયા પર અસંખ્ય શુભેચ્છાઓ મળી હતી. એમાંની એક શુભેચ્છા ૨૯ મેએ અમદાવાદમાં આઇપીએલની ફાઇનલના છેલ્લા બૉલે ધોનીને અને સીએસકેને રોમાંચક વિજય અપાવનાર રવીન્દ્ર જાડેજાએ ગઈ કાલે ટ્વિટર પર માહીને અભિનંદન અને શુભેચ્છા આપતો જે મેસેજ પોસ્ટ કર્યો એમાં ‘બાપુ’ જાડેજાએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ‘ધોની ૨૦૨૪ની આઇપીએલ રમશે જ.’



હૈદરાબાદમાં એક સ્થળે ધોનીનું બાવન ફુટનું કટઆઉટ બનાવાયું હતું અને એના પર અબીલ-ગુલાલ ઉછાળીને તેનો જન્મદિન સેલિબ્રેટ કર્યો હતો


માહીની મૅજિકલ આંકડાબાજી

૫૩૮ ઇન્ટરનૅશનલ મૅચ તેમ જ ૩૭૭ ટી૨૦ મૅચના અનુભવી ધોનીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સ્ટમ્પ્સની પાછળથી કુલ ૮૨૯ શિકાર કર્યા હતા. ધોનીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૩૫૦થી વધુ સિક્સર, ૧૫૦૦ જેટલી ફોર અને ૧૬ સેન્ચુરી તેમ જ ૧૦૮ હાફ સેન્ચુરી છે. તેણે કુલ ૨૧,૫૦૦થી વધુ બૉલનો સામનો કરીને ૧૬,૦૦૦થી વધુ રન બનાવ્યા છે.


વિજયવાડા-હૈદરાબાદ હાઇવે નજીક ધોનીનું ૭૭ ફુટનું કટઆઉટ મૂકવામાં આવ્યું હતું

ઇશાન્ત શર્માએ આપેલા એક ઇન્ટરવ્યુમાં ધોની વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જ્યારે ધોનીના સુકાનમાં ભારતે જીતેલા બે વર્લ્ડ કપ (૨૦૦૭, ૨૦૧૧)ના ઓપનિંગ બૅટર વીરેન્દર સેહવાગે માહીને શુભેચ્છા આપવામાં ‘સિક્સર’ ફટકારી હતી (૬ અનોખાં ઉદાહરણમાં તેને શુભેચ્છા આપી હતી).

માહીભાઈ મારા બેસ્ટ ફ્રેન્ડ : જાડેજા

૨૯ મેએ અમદાવાદની ફાઇનલના છેલ્લા બૉલમાં જાડેજાએ સીએસકેને જિતાડ્યું ત્યારે તેને ભેટી પડેલો ધોની. તેને માહીએ ઊંચકી લીધો હતો

રવીન્દ્ર જાડેજાએ મેસેજમાં લખ્યું હતું કે ‘માહીભાઈ ૨૦૦૯થી આજ સુધી મારા બેસ્ટ ફ્રેન્ડ છે અને રહેશે. માહીભાઈ, તમને મારી હૃદયપૂર્વકની શુભેચ્છા. ટૂંક સમયમાં તમને ફરી યલો ડ્રેસમાં જોઈશું.’

મેદાન પર માહીની અપશબ્દની ભાષા : ઇશાન્ત શર્મા

બીજી તરફ પેસ બોલર ઇશાન્ત શર્માએ ધોનીને જન્મદિનની શુભેચ્છા આપવાની બાબતમાં થોડો નકારાત્મક અપ્રોચ અપનાવ્યો હતો. ધોની મેદાન પર સાથીઓ સાથે કે હરીફો સામે શાંત અપ્રોચ રાખવા માટે જાણીતો છે. તે ‘કૅપ્ટન કૂલ’ તરીકે જગવિખ્યાત છે. જોકે ઇશાન્તે યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાને મુલાકાતમાં ધોની વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં કહ્યું કે ‘ધોનીને ઘણી વાર શાંત મગજવાળા કૅપ્ટન તરીકે ઓળખાવાય છે, પણ મેદાન પર તે સાવ જુદો રહેતો હતો. માહીભાઈમાં ઘણી ખાસિયતો છે, પરંતુ શાંત રહેવું એને ધોનીની તાકાત કદાચ જ કહી શકાય. તે ઘણી વાર મેદાન પર અભદ્ર ભાષા વાપરતો હતો અને ક્યારેક તો ફાસ્ટ બોલર પર ભડકી પણ જતો હતો. ખુદ મેં તેને આઇપીએલમાં તેમ જ ઇન્ટરનૅશનલ મૅચ દરમ્યાન ગાળ બોલતો સાંભળ્યો હતો.’ જોકે ઇશાન્તે એવું પણ કહ્યું હતું કે તેણે ધોનીને મેદાન પર ગુસ્સો કરતો ભાગ્યે જ જોયો હતો.

ધોનીના અસંખ્ય ચાહકો ગઈ કાલે રાંચીમાં તેના ઘરની નજીક તેનું કટઆઉટ લઈને ગયા હતા અને કેક કટ કરીને તેના કટઆઉટને ખવડાવી રહ્યા હોય એવો પોઝ આપીને તેનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો

38

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે આટલા કરોડ રૂપિયા ઍડ્વાન્સ ટૅક્સરૂપે ભર્યા હતા અને એ સાથે તે હજી પણ કોહલી અને રોહિત કરતાં મોટો ઇન્ડિવિજ્યુઅલ ટૅક્સ-પેયર છે.

થોડાં વર્ષ પહેલાં આઇપીએલ દરમ્યાન પુત્રી ઝિવાને પોતાના નામવાળા બોર્ડ પાસે લઈ ગયેલો ધોની. તેની દીકરી ઝિવા હવે ૯ વર્ષની થઈ ગઈ છે

વીરુદાદાના અનોખા અંદાજમાં માહી માટે ૬ બર્થ-ડે મેસેજ

(૧) સૂર્યદેવ પાસે તેમનો દિવ્ય રથ ખેંચવા માટે ૭ અશ્વ હોય છે.
(૨) ઋગ્વેદમાં વિશ્વના ૭ ભાગ, ૭ ઋતુ અને ૭ ગઢ બતાવાયાં છે.
(૩) સંગીતમાં ૭ નોટ્સ હોય છે.
(૪) લગ્નમાં ૭ ફેરા હોય છે.
(૫) વિશ્વમાં ૭ અજાયબીઓ છે.
(૬) ૭મા મહિનાના ૭મા દિને ક્રિકેટના ટૉપ-મૅન એમએસ ધોનીને જન્મદિનની શુભેચ્છાઓ.

ફુરસદના સમયે ઘરમાં વિડિયો ગેમ રમવામાં બિઝી મહેન્દ્ર ​સિંહ ધોની

તું તારા હેલિકૉપ્ટર શૉટની જેમ હંમેશાં ઊંચાઈ સર કરતો રહે એવી મારી શુભેચ્છા. હૅપી બર્થ-ડે, એમએસ. : સચિન તેન્ડુલકર

હૅપી બર્થ-ડે બાહુબલી, તું આ જ રીતે હંમેશાં પ્રેરણા આપતો રહે એવી શુભેચ્છા. હેવ અ ગ્રેટ ડે અહેડ. : હરભજન સિંહ

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2023 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK