તેણે કહ્યું હતું કે ‘ઈજાઓમાંથી સ્વસ્થ થઈ રહ્યો છું, આવતા વર્ષ માટે સૌથી મોટું લક્ષ્ય વિશ્વ ચૅમ્પિયનશિપના પોડિયમ પર જગ્યા મેળવવાનું છે`
નીરજ ચોપડાએ સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાને ગિફ્ટ કરી ઑટોગ્રાફ કરેલી જર્સી.
ભારતનો સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ સ્વદેશ પરત ફર્યા બાદ હાલમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા સાથે મુલાકાત કરી હતી. આખા વર્ષ દરમ્યાન સ્નાયુઓ અને હાથની ઈજાઓને કારણે ઑલિમ્પિક્સ અને ડાયમન્ડ લીગ ફાઇનલ્સનાં પ્રદર્શન પર અસર થઈ હતી.
સ્વિટ્ઝરલૅન્ડથી ભારત આવ્યા બાદ તેણે કહ્યું હતું કે ‘ઈજાઓમાંથી સ્વસ્થ થઈ રહ્યો છું, આવતા વર્ષ માટે સૌથી મોટું લક્ષ્ય વિશ્વ ચૅમ્પિયનશિપના પોડિયમ પર જગ્યા મેળવવાનું છે અને મેં એની તૈયારી શરૂ કરી દીધી છે. આવતા વર્ષે ૧૩થી ૨૧ સપ્ટેમ્બર દરમ્યાન ટોક્યોમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ યોજાશે.