બૅન્ગલોરમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કૅપિટલ્સ માટે રમી રહી છે. બન્ને પ્લેયર્સ પોતપોતાની રમતની ચર્ચા અને પ્રોફેશનલ ક્રિકેટરો તરીકેના પોતાના અનુભવ શૅર કરતાં જોવા મળ્યાં હતાં.
નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં મળ્યાં જસપ્રીત બુમરાહ અને જેમિમા રૉડ્રિગ્સ.
અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત કોચિંગ સ્ટાફથી સજ્જ બૅન્ગલોર સ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે નેટમાં બોલિંગ-પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફીની અંતિમ મૅચ દરમ્યાન થયેલી પીઠની ઇન્જરીને કારણે બુમરાહ ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ થઈ ગયો હતો. સંપૂર્ણપણે ફિટ થવા માટે NCAના જિમમાં રીહૅબ સેશનમાં ભાગ લેનાર બુમરાહ હવે મેદાન પર ઍક્શનમાં જોવા મળ્યો છે. એ દરમ્યાન બુમરાહ મુંબઈની સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સને મળ્યો હતો જે બૅન્ગલોરમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કૅપિટલ્સ માટે રમી રહી છે. બન્ને પ્લેયર્સ પોતપોતાની રમતની ચર્ચા અને પ્રોફેશનલ ક્રિકેટરો તરીકેના પોતાના અનુભવ શૅર કરતાં જોવા મળ્યાં હતાં.

