આવતા વર્ષે કોહલીને ચૅલેન્જ આપવા ઍન્ડરસન આતુર
જેમ્સ ઍન્ડરસન
આવતા વર્ષે ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. આ ટૂર દરમ્યાન વિરાટ કોહલી અને તેની ટીમને ટક્કર આપવા જેમ્સ ઍન્ડરસન ઘણો આતુર છે. ખાસ કરીને વિરાટ કોહલી સામે રમવાની વાત કરતાં જેમ્સ ઍન્ડરસને કહ્યું કે ‘એક સારી ક્વૉલિટીવાળા બૅટ્સમૅન સામે બોલિંગ કરવી હંમેશાં અઘરી હોય છે. તે એક અઘરો મુકાબલો હશે જેને હું એન્જૉય કરવા માગીશ. એક બોલર તરીકે તમે હંમેશાં સારા પ્લેયરને આઉટ કરવાની તક શોધતા હો છો. હું પણ એક સારા પ્લેયરને આઉટ કરવાની ઇચ્છા રાખું છું. વિરાટની સામે ૨૦૧૪માં મને કેટલીક સફળતા મળી હતી, પણ ૨૦૧૮માં તે એકદમ અલગ રીતે ઊભરી આવ્યો હતો, જે અદ્ભુત હતું. ૨૦૧૮માં તે બૉલને સારી રીતે રમતો હતો. એ વખતે તેનામાં ધીરજ પણ આવી ગઈ હતી. તે રાહ જુએ છે કે પહેલાં તમે બૉલ નાખો અને પછી તે પોતાના પગ જમાવીને સરળતાથી શૉર્ટ ફટકારે છે.’


