Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં વિરાટને સૌથી વધુ વાર આઉટ કરનાર વિદેશી બોલર બન્યો રબાડા

IPLમાં વિરાટને સૌથી વધુ વાર આઉટ કરનાર વિદેશી બોલર બન્યો રબાડા

Published : 01 May, 2026 02:20 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદારનો એક અદ્ભુત રનિંગ કૅચ જેસન હૉલ્ડરે પકડ્યો હતો. વિરાટ કોહલી અને બૅન્ગલોરના અન્ય ખેલાડીઓનું માનવું હતું કે આ કૅચ ક્લીન નહોતો અને બૉલ જમીનને અડી ગયો હતો. કોચ ઍન્ડી ફ્લાવરે ચોથા અમ્પાયર સાથે વાત પણ કરી હતી.

ગઈ કાલે આક્રમક રમી રહેલા કોહલીને આઉટ કર્યા બાદ રબાડાને અભિનંદન આપી રહેલી ગુજરાતની ટીમ.

ગઈ કાલે આક્રમક રમી રહેલા કોહલીને આઉટ કર્યા બાદ રબાડાને અભિનંદન આપી રહેલી ગુજરાતની ટીમ.


ગઈ કાલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સના બોલરો સામે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના બૅટરો ખાસ કંઈ કમાલ નહોતા કરી શક્યા અને ૧૯.૨ ઓવરમાં માત્ર ૧૫૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. બૅન્ગલોર વતી સૌથી વધુ ૪૦ રન મૅન ઇન ફૉર્મ દેવદત્ત પડિક્કલે બનાવ્યા હતા. વિરાટ કોહલી ૧૩ બૉલમાં ૨૮ અને કૅપ્ટન રજત પાટીદાર ૧૫ બૉલમાં ૧૯ રન જ બનાવી શક્યા હતા. વિરાટ કોહલીને કૅગિસો રબાડાએ આઉટ કર્યો હતો. આ સાથે જ તે કિંગ કોહલીને IPLમાં સૌથી વધુ પાંચ વાર આઉટ કરનાર વિદેશી બોલર બન્યો હતો. ભારતીય બોલરમાં કોહલીને સૌથી વધુ સાત વાર સંદીપ શર્માએ આઉટ કર્યો છે. ત્યાર બાદ ૬ વાર ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નહેરાએ આઉટ કર્યો છે. રબાડાની જેમ પાંચ વાર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ પણ વિરાટની વિકેટ લીધી છે.

બૅન્ગલોરે એક સમયે ૧૧મી ઓવરમાં ૯૬ રનમાં ૬ વિકેટ ગુમાવી હતી પણ રોમારિયા શેફર્ડ (૧૭), ઇમ્પૅક્ટ પ્લેયર વેન્કટેશ અય્યર (૧૨) અને ભુવનેશ્વર કુમાર (૧૬)ના પ્રતિકારને લીધે બૅન્ગલોર ૧૫૦ રનનો આંકડો પાર કરી શકી હતી. ગુજરાત વતી અર્શદ ખાને ત્રણ તેમ જ જેશન હોલ્ડર અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી હતી.



કોહલી ભડક્યો અમ્પાયર પર


બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદારનો એક અદ્ભુત રનિંગ કૅચ જેસન હૉલ્ડરે પકડ્યો હતો. વિરાટ કોહલી અને બૅન્ગલોરના અન્ય ખેલાડીઓનું માનવું હતું કે આ કૅચ ક્લીન નહોતો અને બૉલ જમીનને અડી ગયો હતો. કોચ ઍન્ડી ફ્લાવરે ચોથા અમ્પાયર સાથે વાત પણ કરી હતી. જોકે અમ્પાયર્સે તેમનો નિર્ણય નહોતો બદલ્યો.

બૅન્ગલોરને હરાવીને ગુજરાતે લીધો બદલો


ગઈ કાલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને લૉ-સ્કોરિંગ રોમાંચક જંગમાં ૪ વિકેટે હરાવીને આ સીઝનની પહેલી ટક્કરમાં મળેલી હારનો બદલો લઈ લીધો હતો.  ગયા શુક્રવારે બૅન્ગલોર સામે ગુજરાતનો પાંચ વિકેટે પરાજય થયો હતો. ૧૫૬ રનનો ટાર્ગેટ કરતા ગુજરાતે સાઈ સુદર્શનને વહેલો ગુમાવી દીધો હતો પણ કૅપ્ટન શુભમન ગિલ (૪૩) અને જોસ બટલર (૩૯)ની આક્રમક ઇનિંગ્સ બાદ નિરંતર વિકેટ પતનને લીધે એક સમયે ગુજરાત પ્રેશરમાં આવી ગયું હતું પણ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે મેદાનમાં આવેલા રાહુલ તેવટિયાએ ૧૭ બૉલમાં અણનમ ૨૭ રન સાથે ટીમને સીઝનની પાંચમી જીત અપાવી હતી. ભુવનેશ્વર કુમારે ૩ તેમ જ રોમારિયો શેફર્ડને બે વિકેટ મળી હતી.

 

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 02:20 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK