ફાસ્ટ બોલર પૅટ કમિન્સ આગામી સમયમાં IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરતો જોવા મળશે.
પૅટ કમિન્સ
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે ગઈ કાલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ-ફૅન્સને ગુડ ન્યુઝ આપ્યા છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં પગની ઘૂંટીની ઇન્જરીને કારણે શ્રીલંકા-ટૂર અને ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલા પૅટ કમિન્સે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘પગની ઘૂંટી સંપૂર્ણપણે ઠીક છે, એને સારો આરામ આપવામાં આવ્યો છે અને હું ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહ્યો છું. IPL પહેલાં તે ઠીક થઈ જશે, એ જ યોજના છે. એથી બે અઠવાડિયાં બોલિંગ કરો, સામાન્ય સ્થિતિમાં પાછા આવો અને પછી આશા છે કે થોડા સમય માટે એની ચિંતા કરવાની જરૂર નહીં પડે એટલે જ કેટલાંક અઠવાડિયાં માટે બોલિંગ કરીશ, ફરીથી મજબૂત બનવાનું છે અને પછી આશા રાખીશ કે કેટલાક સમય સુધી એના વિશે ચિંતા કરવાની જરૂર નહીં પડે. આ ઇન્જરી માટે અમે ક્યારેય સર્જરી ન કરાવવાનો વિકલ્પ પસંદ કર્યો, માત્ર રીહૅબ માટે ઘણું બધું કરવાનું છે. આ બ્રેકને કારણે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં હું રીહૅબ કરી શક્યો. ક્યારેક એક-બે ટૂર મિસ કરવાથી તમે વાસ્તવમાં આખા વર્ષમાં વધુ ક્રિકેટ રમી શકો છો.’
ફાસ્ટ બોલર પૅટ કમિન્સ આગામી સમયમાં IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરતો જોવા મળશે.

