ફ્રૅન્ચાઇઝીએ નિકોલસ પૂરન (૨૧ કરોડ), રવિ બિશ્નોઈ (૧૧ કરોડ), મયંક યાદવ (૧૧ કરોડ), મોહસિન ખાન (૪ કરોડ) અને આયુષ બદોની (૪ કરોડ)ને રીટેન કરવા પાછળ ૫૧ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા
કે. એલ. રાહુલ
લખનઉના સુપર જાયન્ટ્સ (LSG)એ આગામી IPL સીઝન માટે પોતાના કૅપ્ટન કે. એલ. રાહુલને રીટેન કર્યો નહોતો. ફ્રૅન્ચાઇઝીએ નિકોલસ પૂરન (૨૧ કરોડ), રવિ બિશ્નોઈ (૧૧ કરોડ), મયંક યાદવ (૧૧ કરોડ), મોહસિન ખાન (૪ કરોડ) અને આયુષ બદોની (૪ કરોડ)ને રીટેન કરવા પાછળ ૫૧ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ૨૦૨૨થી આ ફ્રૅન્ચાઇઝી માટે પ્રતિ સીઝન ૧૭ કરોડ રૂપિયામાં રમતા કે. એલ. રાહુલે આ ટીમનો સાથ છોડવા વિશે મોટો ખુલાસો કર્યો છે.
સ્ટાર સ્પોર્ટ્સ પર તેણે કહ્યું હતું કે ‘હું નવેસરથી શરૂઆત કરવા માગતો હતો. હું મારા વિકલ્પ શોધવા માગતો હતો અને હું ત્યાં જઈને રમવા માગતો હતો જ્યાં મને થોડી સ્વતંત્રતા મળી શકે, જ્યાં ટીમનું વાતાવરણ થોડું હળવું બની શકે. ક્યારેક-ક્યારેક તમને જરૂર પડે છે. દૂર જાઓ અને તમારા માટે કંઈક સારું શોધો.’
ADVERTISEMENT
ગઈ સીઝનમાં સાતમા ક્રમે રહેલી LSGના પ્રદર્શનને જોતાં ચર્ચા શરૂ થઈ ગઈ કે રાહુલ અને આ ટીમની ડીલ હવે અંત તરફ છે.