યજમાન ટીમ સામે પહેલી વન-ડે ૧૭૧ રને હાર્યા બાદ ઑસ્ટ્રેલિયા-A ટીમે બીજી વન-ડે DLS મેથડથી નવ વિકેટે જીતીને સિરીઝને ૧-૧થી બરાબર કરી હતી
પ્રતીકાત્મક તસવીર
આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઇન્ડિયા-A અને ઑસ્ટ્રેલિયા-A વચ્ચે ૩ મૅચની અનઑફિશ્યલ વન-ડે સિરીઝની નિર્ણાયક મૅચ રમાશે. યજમાન ટીમ સામે પહેલી વન-ડે ૧૭૧ રને હાર્યા બાદ ઑસ્ટ્રેલિયા-A ટીમે બીજી વન-ડે DLS મેથડથી નવ વિકેટે જીતીને સિરીઝને ૧-૧થી બરાબર કરી હતી.
૫.૩ ઓવરમાં ૧૭ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ઇન્ડિયા-A ટીમે ૪૫.૫ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૪૬ રન કર્યા હતા. યંગ બૅટર તિલક વર્માએ પાંચ ફોર અને ૪ સિક્સની મદદથી ૧૨૨ બૉલમાં ૯૪ રન ફટકારીને ટીમની ઇનિંગ્સના અંત સુધી બૅટિંગ કરી હતી. રિયાન પરાગ પણ ૬ ફોર અને એક સિક્સના આધારે ૫૪ બૉલમાં ૫૮ રનની ઉપયોગી ઇનિંગ્સ રમ્યો હતો.
ADVERTISEMENT
વરસાદને કારણે મહેમાન ટીમને ૨૫ ઓવરમાં ૧૬૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનર મૅકેન્ઝી હાર્વેની ૭૦ રન અને ત્રીજા ક્રમના બૅટર કૂપર કૉલોનીની ૫૦ રનની ઇનિંગ્સની મદદ કાંગારૂ ટીમે ૧૬.૪ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.


