આગામી પાંચમી ડિસેમ્બરથી ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝમાંથી ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અલીઝા હીલી બહાર થઈ ગઈ છે
અલીઝા હીલી
આગામી પાંચમી ડિસેમ્બરથી ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝમાંથી ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અલીઝા હીલી બહાર થઈ ગઈ છે. વિમેન્સ બિગ બૅશ લીગમાં સિડની થંડર તરફથી રમતાં તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેના સ્થાને ૨૯ વર્ષની વાઇસ-કૅપ્ટન અને ઑલરાઉન્ડર તાહલિયા મૅક્ગ્રાને કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. તેણે T20 વર્લ્ડ કપ દરમ્યાન હીલીની ગેરહાજરીમાં મુશ્કેલ પરિસ્થિતિમાં કૅપ્ટન તરીકે સૌને પ્રભાવિત કર્યાં હતાં.