આજે ઋતુરાજ ગાયકવાડની સેના પ્લે-ઑફ માટેની આંશિક આશાઓને જીવંત રાખવા ઉત્સુક; અમદાવાદમાં બન્ને ટીમ બે-બે મૅચ જીતીને છે બરોબરીમાં: ધોની રાંચી પહોંચી ગયો...
ચેન્નઈને હરાવીને ટૉપ-ટૂમાં રહેવાનો ગુજરાતનો ટાર્ગેટ
અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2026ની ૬૬મી મૅચમાં પૉઇન્ટ-ટેબલમાં ટૉપ-ટૂમાં સ્થાન જાળવી રાખવા મક્કમ ગુજરાત ટાઇટન્સની ટક્કર ટૉપ-ફોરમાં પ્રવેશ કરવા મથી રહેલી અને બહાર જવાના દરવાજા પર ઊભેલી ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે.
ગુજરાત ૧૬ પૉઇન્ટ સાથે પ્લે-ઑફ માટે કન્ફર્મ થઈ ગઈ છે અને હવે એનો ટાર્ગેટ આજે જીત મેળવીને ટૉપ-ટૂમાં સ્થાન જાળવી રાખવાનો છે, જ્યારે ચેન્નઈ ૧૨ પૉઇન્ટ સાથે અધવચ્ચે ગોથાં ખાઈ રહી છે અને સોમવારે ઘરઆંગણે હૈદરાબાદ સામે હાર બાદ એનર પ્લે-ઑફની આશાઓને મોટો ધક્કો લાગ્યો હતો. હવે જો આજે વિજય મેળવે છે તો પણ એણે બીજી મૅચોનાં પરિણામ પોતાની ફેવરમાં આવે એવી પ્રાર્થના કરવી પડશે. પ્લે-ઑફ માટેના બાકી રહેલા એક સ્થાન માટે એની પંજાબ, રાજસ્થાન અને કલકત્તા સામે ટક્કર છે.
અમદાવાદમાં બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી ચાર ટક્કરમાં બન્ને બે-બે જીત સાથે બરોબરીમાં છે, પણ કોઈ ટીમ સતત બે મૅચ નથી જીતી. જો એ જ સિલસિલો જળવાયો તો આજે ચેન્નઈની જીત થઈ શકે છે પણ હાલના ફૉર્મને જોતાં એ મુશ્કેલ લાગી રહ્યું છે.
આ સીઝનમાં ચેન્નઈમાં જામેલી પ્રથમ ટક્કર ગુજરાતે આસાનીથી ૮ વિકેટે જીતી લીધી હતી.
ઉર્વિલ પર હશે નજર
ચેન્નઈ વતી રમી રહેલા ગુજરાતના ઉર્વિલ પટેલ પર આજે ખાસ નજર હશે. ડોમેસ્ટિક ક્રિકેટના તેના હોમગ્રાઉન્ડમાં આજે ગુજરાતને જ હરાવવાનું છે. ગયા વર્ષે અમદાવાદમાં તેણે ગુજરાત સામે ૧૯ બૉલમાં બે સિક્સર અને ૪ ફોર સાથે ૩૭ રન ફટકાર્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોની આશા છોડી રાંચી પહોંચી ગયો
અમદાવાદમાં આજે ચાહકો મહેન્દ્ર સિંહ ધોનીની ઝલક જોવા ઉત્સુક હશે ત્યારે તે ટીમનો સાથ છોડીને તેના ઘરે રાંચી પહોંચી ગયો છે, પણ જાણવા મળ્યા પ્રમાણે જો કોઈ ચમત્કાર થયો અને ચેન્નઈએ પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો તો તે ફરી ટીમ સાથે જોડાઈ જશે.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૯ |
|
ચેન્નઈની જીત |
૪ |
|
ગુજરાતની જીત |
૫ |
ADVERTISEMENT
મૅચનો સમય: સાંજે ૭.૩૦ વાગ્યાથી
