ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ અને વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશન ઇન્જરીમાંથી સંપૂર્ણ ફિટ ન થયો હોવાથી તેઓ ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમી શકશે નહીં.
ઈશાન કિશન અને આકાશ દીપ
બૅન્ગલોરમાં ૨૮ ઑગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટ રમાશે. ૬ ટીમો વચ્ચેના આ જંગમાં સાઉથ ઝોન અને વેસ્ટ ઝોન ૨૦૨૩ના ફાઇનલિસ્ટ હોવાથી પહેલાંથી સેમી ફાઇનલમાં છે, જ્યારે ૨૮થી ૩૧ ઑગસ્ટ દરમ્યાન નૉર્થ સાથે ઈસ્ટ અને સેન્ટ્રલ સાથે નૉર્થ-ઈસ્ટની ટક્કર ક્વૉર્ટર ફાઇનલમાં થશે.
આ ક્વૉર્ટર ફાઇનલ જંગ પહેલાં ઈસ્ટ ઝોનને બે મોટા ફટકા પડ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ અને વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશન ઇન્જરીમાંથી સંપૂર્ણ ફિટ ન થયો હોવાથી તેઓ ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમી શકશે નહીં. આકાશના સ્થાને બિહારના ફાસ્ટ બોલર મુખ્તાર હુસેનને જ્યારે ઈશાનના સ્થાને ઓડિશાના બૅટર આશીર્વાદ સ્વેનને સ્થાન મળ્યું છે. ટીમની કૅપ્ટન્સી વાઇસ-કૅપ્ટન અભિમન્યુ ઈશ્વરનને સોંપવામાં આવી છે. જ્યારે આસામનો રિયાન પરાગ વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે.


