૫૯ બૉલ પહેલાં મૅચ જીતીને કલકત્તા ચેન્નઈને ૫૦ કે એથી વધુ બૉલથી હરાવનાર પહેલી ટીમ બની છે.
પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા માઇકલ હસી.
શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ૫૯ બૉલ પહેલાં મૅચ જીતીને કલકત્તા ચેન્નઈને ૫૦ કે એથી વધુ બૉલથી હરાવનાર પહેલી ટીમ બની છે. પહેલી વાર ચેન્નઈને એક સીઝનમાં સળંગ પાંચ હારનો પણ સામનો કરવો પડ્યો છે.
ચેપૉકમાં ચેન્નઈના ફૅન્સની બરાબરની મજાક ઉડાડી કલકત્તાના ફૅન્સે.
ADVERTISEMENT
વર્તમાન સીઝનમાં છમાંથી માત્ર એક મૅચ જીતનાર ચેન્નઈના બૅટિંગ કોચ માઇકલ હસીએ આ કંગાળ પ્રદર્શન છતાં ટીમની વાપસીની આશા વ્યક્ત કરી છે. મૅચ બાદ તેમણે કહ્યું કે ‘હારથી દુઃખ થયું છે. પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફની સાથે ફૅન્સ પણ શોકમાં છે. આવા સમયે ખબર પડે છે કે તમારા સાચા સમર્થકો કોણ છે, પરંતુ એનો અર્થ એ નથી કે વસ્તુઓ બદલાઈ શકતી નથી અને ઝડપથી બદલાઈ શકતી નથી. મને લાગે છે કે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ ખરેખર આ ટીમને પ્લેઑફમાં શક્ય એટલી નજીક લાવવાનો પ્રયાસ કરશે. અમને બહારથી ઘણી ટીકા મળશે, પરંતુ અંદરથી અમે ખરેખર મજબૂત રહીશું.’

