Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશ સાથે પાકિસ્તાનને પણ નૉકઆઉટ કરી દીધું કિવીઓએ

બંગલાદેશ સાથે પાકિસ્તાનને પણ નૉકઆઉટ કરી દીધું કિવીઓએ

Published : 25 February, 2025 10:14 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશે આપેલા ૨૩૭ રનના ટાર્ગેટને ૪૬.૧ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૦ રન બનાવીને ચેઝ કર્યો ન્યુ ઝીલૅન્ડે

રચિન રવીન્દ્ર ૧૧૨ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો.

રચિન રવીન્દ્ર ૧૧૨ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો.


ગઈ કાલે રાવલપિંડીમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની છઠ્ઠી મૅચમાં બંગલાદેશને પાંચ વિકેટે હરાવીને ન્યુ ઝીલૅન્ડે સેમી-ફાઇનલમાં જગ્યા પાકી કરી લીધી છે. બંગલાદેશે ૫૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૩૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ન્યુ ઝીલૅન્ડની ટીમે ભારતીય મૂળના ઑલરાઉન્ડર રચિન રવીન્દ્રની શાનદાર સેન્ચુરીની મદદથી ૪૬.૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કરી બતાવ્યો હતો.

ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલા બંગલાદેશના પ્લેયર્સ ૫૦ ઓવરમાં ૧૮૧ ડોટ બૉલ રમીને ૨૩૬ રનના સ્કોર સુધી પહોંચ્યા હતા. ૨૬.૧ ઓવરમાં ૧૧૮ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવનાર બંગલાદેશ એેના કૅપ્ટન નઝમુલ હુસેન શાંતોના ૧૧૦ બૉલમાં ૯ ચોગ્ગાની મદદથી ફટકારેલા ૭૭ રનના આધારે મૅચમાં ટકી રહ્યું હતું.



શાંતોએ ઓપનર તનઝીદ હસન (૨૪ બૉલમાં ૨૪ રન) સાથે પહેલી વિકેટ અને મિડલ ઑર્ડર બૅટર ઝાકેર અલી (પંચાવન બૉલમાં ૪૫ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૪૫-૪૫ રનની પાર્ટનરશિપ કરી હતી. ઝાકેર અલીએ પૂંછડિયા બૅટર્સ સાથે નાની પણ મહત્ત્વની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. ઑફ સ્પિન બોલિંગ કરતા ડાબા હાથના બૅટ્સમૅન માઇકલ બ્રેસવેલે ૨૬ રન આપીને ચાર વિકેટ લીધી હતી. તેણે ૧૦ ઓવરમાં એક પણ નો-બૉલ કે વાઇડ બૉલ નાખ્યા વગર ૪૩ ડોટ બૉલ કર્યા હતા. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કિવી સ્પિનર દ્વારા કરવામાં આવેલું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ સ્પેલ તેની કરીઅરની સર્વશ્રેષ્ઠ સ્પેલ બની હતી.


પહેલી ચાર ઓવરની અંદર ૧૫ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવવા છતાં કિવીઓએ ૨૩ બૉલ પહેલાં જીત નોંધાવી હતી. ઇન્જરીમાંથી વાપસી કરીને મેદાન પર ઊતરેલા રચિન રવીન્દ્રએ ચૅમ્પિયન્સ ટ્રોફીની ડેબ્યુ મૅચમાં ડેવન કૉન્વે (૪૫ બૉલમાં ૩૦ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૭૩ બૉલમાં ૫૭ રનની અને ટૉમ લૅધમ (૭૬ બૉલમાં પંચાવન રન) સાથે ચોથી વિકેટ માટે ૧૩૬ બૉલમાં ૧૨૯ રનની પાર્ટનરશિપ કરી હતી. રચિન રવીન્દ્ર ૧૦૫ બૉલમાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૧૨ રનની ઇનિંગ્સ રમ્યો હતો. બંગલાદેશના કૅપ્ટન નઝમુલ હુસેન શાંતોએ પોતે પણ બોલિંગ કરી અને સાત-સાત બોલર્સનો ઉપયોગ કરવા છતાં ટીમ ટાર્ગેટ ડિફેન્ડ કરી શકી નહોતી.

ગ્રુપ-Aમાંથી ન્યુ ઝીલૅન્ડ અને ભારત સેમી-ફાઇનલમાં પહોંચ્યાં


બંગલાદેશની હાર સાથે યજમાન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાન પણ સેમી-ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયું. ન્યુ ઝીલૅન્ડ અને ભારત બન્નેના બે મૅચમાં બે જીત સાથે ચાર-ચાર પૉઇન્ટ્સ છે. સતત બે મૅચ જીતીને બન્ને ટીમ નૉક-આઉટ રાઉન્ડમાં પહોંચી છે. હવે આ બન્ને ટીમ વચ્ચે બીજી માર્ચે થનારી ટક્કરમાં જીતીને ગ્રુપ-Aમાં ટૉપર બનવાની રસાકસી જોવા મળશે. બંગલાદેશ અને પાકિસ્તાન અત્યાર સુધી પોતાની બન્ને મૅચ હારી ચૂક્યાં છે અને પૉઇન્ટ્સ-ટેબલમાં તેમનું ખાતું પણ ખોલી શક્યાં નથી.

ગ્રુપ-Aનું પૉઇન્ટ્સ-ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રન-રેટ

પૉઇન્ટ્સ

ન્યુ ઝીલૅન્ડ

+૦.૮૬૩

ભારત

+૦.૬૪૭

બંગલાદેશ

-૦.૪૪૩

પાકિસ્તાન

-૧.૦૮૭

1518
ICC વન-ડે ઇવેન્ટમાં આટલા રન સાથે હાઇએસ્ટ રન કરનાર કિવી બૅટર બન્યો કેન વિલિયમસન

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2025 10:14 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK