ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મૅચમાં શાનદાર ફીલ્ડિંગ બદલ ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ડ્રેસિંગ રૂમમાં ફીલ્ડર ઑફ ધ મૅચનો મેડલ મળ્યો હતો.
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ કૅચ પકડ્યા કિવીઓએ ને છોડ્યા ભારતીયોએ
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મૅચમાં શાનદાર ફીલ્ડિંગ બદલ ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ડ્રેસિંગ રૂમમાં ફીલ્ડર ઑફ ધ મૅચનો મેડલ મળ્યો હતો. ICC ટુર્નામેન્ટની દરેક મૅચમાં અને દ્વિપક્ષીય સિરીઝના અંતે બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ આપીને ભારતીય પ્લેયર્સને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જોકે ફાઇનલ મૅચ સહિત આખી ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ટુર્નામેન્ટમાં સૌથી વધુ કૅચ છોડવાનો રેકૉર્ડ ભારતીય ટીમને નામે થયો છે. ફાઇનલ મૅચના ચાર કૅચ સહિત આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે સૌથી વધુ ૧૧ કૅચ છોડ્યા હતા, જ્યારે ગ્લેન ફિલિપ્સ જેવો શાનદાર ફીલ્ડર ધરાવતી રનર-અપ ટીમ ન્યુ ઝીલૅન્ડે સૌથી વધુ ૩૧ કૅચ પકડ્યા છે. જોકે કિવીઓ બાદ ભારતીયોએ જ સૌથી વધુ ૨૩ કૅચ પકડ્યા પણ છે.
ADVERTISEMENT
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં દરેક ટીમનો ફીલ્ડિંગ રેકૉર્ડ |
|||
ટીમ |
મૅચ |
કૅચ |
ડ્રૉપ |
ન્યુ ઝીલૅન્ડ |
૫ |
૩૧ |
૩ |
સાઉથ આફ્રિકા |
૩ |
૨૦ |
૪ |
ઑસ્ટ્રેલિયા |
૩ |
૧૬ |
૫ |
અફઘાનિસ્તાન |
૩ |
૧૨ |
૪ |
ઇંગ્લૅન્ડ |
૩ |
૧૧ |
૪ |
ભારત |
૫ |
૨૩ |
૧૧ |
બંગલાદેશ |
૨ |
૬ |
૩ |
પાકિસ્તાન |
૨ |
૬ |
૪ |

