વન-ડેમાં કૅપ્ટન્સીનો સૌથી વધુ અનુભવ ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને અને સૌથી ઓછો ન્યુ ઝીલૅન્ડના મિચલ સૅન્ટનરને
સ્ટીવ સ્મિથ, રોહિત શર્મા
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કૅપ્ટન્સનો રોલ મહત્ત્વનો રહેશે. આઠેય ટીમમાંથી માત્ર ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથ પાસે આ ટુર્નામેન્ટમાં કૅપ્ટન્સી કરવાનો અનુભવ છે. તેણે ૨૦૧૭માં આ ટુર્નામેન્ટમાં કાંગારૂ ટીમનું નેતૃત્વ કર્યું હતું, પણ ટીમ ગ્રુપ-સ્ટેજથી આગળ વધી શકી નહોતી. આઠેય કૅપ્ટન્સમાંથી સ્ટીવ સ્મિથ (૬૧ વન-ડે મૅચ) પાસે જ ૬૦થી વધુ વન-ડે મૅચમાં કૅપ્ટન્સીનો અનુભવ છે. ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર સૌથી ઓછી ૧૦ વન-ડે મૅચમાં કૅપ્ટન્સીનો અનુભવ ધરાવે છે.
આઠેય કૅપ્ટન્સમાંથી ભારતના કૅપ્ટન રોહિત શર્માની વન-ડે ફૉર્મેટમાં કૅપ્ટન્સી હેઠળ જીતની ટકાવારી ૭૫ ટકા સૌથી હાઇએસ્ટ છે. તેની કૅપ્ટન્સીમાં ભારત ૫૧માંથી ૩૭ મૅચ જીત્યું છે અને ૧૨ મૅચ હાર્યું છે, એક મૅચ ટાઇ અને એક નો-રિઝલ્ટ રહી છે. સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા સૌથી ઓછો, ૫૩.૮૪ની જીતની ટકાવારીનો રેકૉર્ડ ધરાવે છે. તેની કૅપ્ટન્સી હેઠળ સાઉથ આફ્રિકા ૪૦માંથી ૨૧ મૅચ જીત્યું છે અને ૧૮ મૅચ હાર્યું છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી છે.
ADVERTISEMENT
આઠેય ટીમના કૅપ્ટન્સની વન-ડેમાં જીતની ટકાવારી |
|
રોહિત શર્મા (ભારત) |
૭૫.૦૦ |
મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) |
૬૬.૬૬ |
મિચલ સૅન્ટનર (ન્યુ ઝીલૅન્ડ) |
૬૬.૬૬ |
ટેમ્બા બવુમા (સાઉથ આફ્રિકા) |
૫૩.૮૪ |
સ્ટીવ સ્મિથ (ઑસ્ટ્રેલિયા) |
૫૩.૪૪ |
હશમતુલ્લાહ શાહિદી (અફઘાનિસ્તાન) |
૫૨.૨૭ |
જોસ બટલર (ઇંગ્લૅન્ડ) |
૪૩.૯૦ |
નજમુલ હુસેન શાંતો (બંગલાદેશ) |
૩૬.૩૬ |

