હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે ‘મારો ફોન અને કૉન્ટૅક્ટ્સ ખોવાઈ ગયાં છે. મને એ મળતાંની સાથે જ હું બધાનો સંપર્ક કરીશ.’
બાબર આઝમ
પાકિસ્તાનમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાની ટીમના સ્ટાર બૅટર બાબર આઝમે પોતાની એક કીમતી વસ્તુ ગુમાવી દીધી છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે ‘મારો ફોન અને કૉન્ટૅક્ટ્સ ખોવાઈ ગયાં છે. મને એ મળતાંની સાથે જ હું બધાનો સંપર્ક કરીશ.’
આજથી પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે શરૂ થનારી ત્રિકોણીય વન-ડે સિરીઝમાં બાબર આઝમ ઓપનરની ભૂમિકામાં જોવા મળી શકે છે. સામાન્ય રીતે ત્રીજા ક્રમે બૅટિંગ કરતા બાબર આઝમે વન-ડે ફૉર્મેટમાં પાકિસ્તાન માટે માત્ર બે વાર ઓપનિંગ કરી છે. વર્ષ ૨૦૧૫માં ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ દરમ્યાન UAEમાં રમેલી બે ઇનિંગ્સમાં તેણે અનુક્રમે ૦૪ અને બાવીસ રન બનાવ્યા હતા.


