Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મને IPLનો ઇમ્પૅક્ટ-પ્લેયરનો નિયમ પસંદ નથી, એનાથી ઑલરાઉન્ડરોનું યોગદાન મર્યાદિત થઈ જાય છે

મને IPLનો ઇમ્પૅક્ટ-પ્લેયરનો નિયમ પસંદ નથી, એનાથી ઑલરાઉન્ડરોનું યોગદાન મર્યાદિત થઈ જાય છે

Published : 24 March, 2026 06:16 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું... મને IPLનો ઇમ્પૅક્ટ-પ્લેયરનો નિયમ પસંદ નથી, એનાથી ઑલરાઉન્ડરોનું યોગદાન મર્યાદિત થઈ જાય છે

અક્ષર પટેલ

અક્ષર પટેલ


દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે IPL 2026 પહેલાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘સાચું કહું તો મને આ ઇમ્પૅક્ટ-પ્લેયરનો નિયમ પસંદ નથી, કારણ કે હું એક ઑલરાઉન્ડર છું. 
આ નિયમને કારણે ટીમ-મૅનેજમેન્ટ કોઈ ચોક્કસ બૅટ્સમૅન અથવા બોલરને પસંદ કરે છે. એનાથી ઑલરાઉન્ડરોનું યોગદાન મર્યાદિત થઈ જાય છે.’ 
અક્ષર પટેલે એ પણ સ્પષ્ટતા કરી કે અનુભવી બૅટર કે. એલ. રાહુલ મિડલ ઑર્ડરને બદલે આ વખતે ઓપનિંગ કરવા ઊતરશે. અનુભવી ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની IPL 2026માં ભાગીદારી ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા તેના વર્કલોડ મૅનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આપવામાં આવતા નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ પર નિર્ભર કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 06:16 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK