ઑસ્ટ્રેલિયન ટીમની અન્ય પ્લેયર્સે મૅરેજમાં હાજરી આપી દિવસને યાદગાર બનાવ્યો હતો.
ઍશ્લી ગાર્ડનર અને મોનિકા
ઑસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ઑલરાઉન્ડર ઍશ્લી ગાર્ડનરે હાલમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ કરીને ટીમને પહેલી વાર પ્લેઑફમાં પહોંચાડી હતી. આ ૨૭ વર્ષની ઑલરાઉન્ડરે પોતાના બર્થ-ડે મન્થમાં લગ્ન કરી લીધાં છે. તેણે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ મોનિકા સાથે હાલમાં સમલૈંગિક મૅરેજ કર્યાં છે. એપ્રિલ ૨૦૨૪માં જ બન્નેએ સગાઈ કરી હતી. ઑસ્ટ્રેલિયન ટીમની અન્ય પ્લેયર્સે મૅરેજમાં હાજરી આપી દિવસને યાદગાર બનાવ્યો હતો.

