ભારત સામેની બૉર્ડર-ગાવસકર ટ્રોફી સમયે આ ત્રણેય સ્ટાર પ્લેયર્સ ઇન્જર્ડ થયા હતા. માર્શને કમર, કમિન્સને ઘૂંટી અને હેઝલવુડને ડાબા પગમાં ઇન્જરી થઈ છે.
જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, મિચલ માર્શ
૨૦૨૩ની વન-ડે વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં બૅકફુટમાં આવી ગઈ છે. ૧૩ જાન્યુઆરીએ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે સ્ક્વૉડની જાહેરાત કરી હતી. ૧૫ સભ્યોની સ્ક્વૉડમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ જીતનાર ૧૨ ક્રિકેટર્સને એન્ટ્રી મળી હતી, પણ ટુર્નામેન્ટનાં ઑલમોસ્ટ બે અઠવાડિયાં પહેલાં ચાર પ્લેયર્સે ટીમનો સાથ છોડ્યો છે.
ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે અચાનક નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે ઑલરાઉન્ડર મિચલ માર્શ બાદ કૅપ્ટન પૅટ કમિન્સ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પણ ઇન્જર્ડ થઈને સ્ક્વૉડથી બહાર થયા છે એ વાત ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કન્ફર્મ કરી છે. ભારત સામેની બૉર્ડર-ગાવસકર ટ્રોફી સમયે આ ત્રણેય સ્ટાર પ્લેયર્સ ઇન્જર્ડ થયા હતા. માર્શને કમર, કમિન્સને ઘૂંટી અને હેઝલવુડને ડાબા પગમાં ઇન્જરી થઈ છે.
ADVERTISEMENT
કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ અથવા ટ્રૅવિસ હેડ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કાંગારૂ ટીમનું નેતૃત્વ કરી શકે છે. ઑસ્ટ્રેલિયાએ ૧૨ ફેબ્રુઆરી પહેલાં ફાઇનલ ટીમ જાહેર કરવી પડશે. શ્રીલંકા સામે ૧૨ અને ૧૪ ફ્રેબુઆરીની વન-ડે મૅચમાં કાંગારૂ ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પોતાનું બેસ્ટ ટીમ-કૉમ્બિનેશન શોધશે.


