ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં એક પણ મૅચ રમી શક્યો નહોતો
અર્શદીપ સિંહ
ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં એક પણ મૅચ રમી શક્યો નહોતો. જોકે તે દુબઈથી ઘરે આવ્યો ત્યારે 2024ના T20 ક્રિકેટ ઑફ ધ યરનો અવૉર્ડ, ચૅમ્પિયન્સ ટ્રોફીના વિજેતાનો મેડલ અને આઇકૉનિક વાઇટ બ્લેઝર લઈને આવ્યો હતો જેની સાથે તેનાં મમ્મી-પપ્પા અને બહેને ફોટો પડાવ્યો હતો. T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન પણ બાર્બેડોઝના મેદાન પર આ ત્રણેએ અર્શદીપના મેડલ અને ટ્રોફી પર આ જ રીતે અધિકાર મેળવીને ફોટો પડાવ્યો હતો.

